દિલ્હી-

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમા 'ગુનાહિત તિરસ્કાર' મામલાની કાર્યવાહી શરૂ કરતા પહેલા એટોર્ની જનરલ કેકે વેણુગોપાલની સહમતિ માગવામાં આવી છે. મહત્વનું છે કે સ્વરાએ ફેબ્રુઆરી મહિનામાં આયોજીત એક ચેનલ ચર્ચામાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. 

પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરતા પહેલા એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલની સંમતિ માંગવામાં આવી હતી. અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સ્વરાએ કથિત અપમાનજનક અને દૂષિત નિવેદનો આપ્યા હતાં.

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી એક અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સ્વરા ભાસ્કરે 1 ફેબ્રુઆરી, 2020ના રોજ પેનલ ચર્ચા દરમિયાન અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. આ ચર્ચાનું આયોજન મુંબઇ કલેક્ટીવ દ્વારા કરવામાં આવ્યું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નિવેદન અપમાનજનક અને સ્વભાવથી દૂષિત હતું અને કોર્ટને બદનામ કરનારુ છે. પ્રશંસા મેળવવા માટે આ એક સસ્તી પબ્લિસિટી સ્ટંટ છે.