દિલ્હી-

કોરોના વાયરસ બાદ મ્યુકોર માઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ ના સતત મળી રહેલા કેસે ચિંતા વધારી દીધી છે. હાલના શરૂઆતી તબક્કામાં લોકોના મનમાં તેને લઈને અનેક સવાલ છે, આ વચ્ચે નિષ્ણાંતોએ એકવાર ફરી બ્લેક ફંગસ મ્યુકોર માઇકોસિસ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. બ્લેક ફંગસ એક અલગ ફેમિલી છે. જે લોકોની રોગપ્રતિકારક શકિત નબળી હોય છે તેમાં મ્યુકોર માઇકોસિસ જોવા મળી રહ્યો છે. તે મુખ્યત્વે સાઇનસમાં જોવા મળે છે. ક્યારેક-ક્યારેક લંગ્સમાં જોવા મળે છે.

પ્રાઇવેટ પાર્ટ પર પ્રભાવ- બ્લેક ફંગસ મ્યુકર માઇકોસિસ પ્રાઇવેટ પાર્ટ માં પણ ફંગલ ઇન્ફેક્શન ફેલાવી શકે છે. તેમણે કહ્યું કે, મ્યુકર માઇકોસિસ મુખ્યરૂપથી માટીમાં મળે છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. જેને સ્ટેરોયડ આપવામાં આવ્યું નથી, તેનામાં આ સંક્રમણ ખુબ ઓછુ જોવા મળ્યું છે. ઓક્સિજન માત્ર ફેક્ટર નથી, જેનાથી આ ફેલાય છે.