સંજેલી સંજેલી નગરના બસ સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર રોડની ડાબી બાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાંથી ૧૫દિવસની જીવિત બાળકી કપડા ભરેલી થેલીમાંથી મળી આવતા સંજેલી તાલુકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના હિંદોલીયા ગામના રહેવાસી અને સંજેલી બસ સ્ટેશનમાં હાલ ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ તેરસિંગભાઈ ભાભોર આજરોજ સવારે સાતેક વાગ્યાના સુમારે સંજેલી બસ સ્ટેશનમાં પોતાની ફરજ પર હાજર હતા. અને તે સમયે તેઓ પોતાની ફરજના ભાગરૂપે બસ સ્ટેશનના દક્ષિણ દિશાના ગેટ બાજુ ચેકિંગ કરવા માટે ગયા હતા. તે સમયે બસ સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર રોડની ડાબી બાજુ આવેલ ઝાડી ઝાંખરામાંથી નવજાત બાળકના રડવાનો અવાજ આવતા તેઓ તે દિશામાં આગળ વધી ઝાડી ઝાંખરા નજીક જઈને જાેતા ત્યાં કપડાં ભરેલી લાલ કલરની વાદળી પટ્ટાવાળી એક થેલીમાં નવજાત શિશુ નજરે પડતા તેઓએ આજુબાજુ તપાસ કરતા કોઈ મહિલા કે પુરુષ ત્યાં જાેવા ન મળતા તેઓએ આ અંગેની જાણ સંજેલી પોલીસને કરતા તાબડતોબ ઘટના સ્થળે દોડી આવેલ સંજેલી પોલીસે નવજાત બાળકીનો કબજાે લઈ પ્રાથમિક સારવાર કરાવવાની તજવીજ હાથ ધરી હતી.