ગાંધીનગર-


પંકજ કુમાર, રાજીવ ગુપ્તા, વિપુલ મિત્રા ના નામની ચર્ચા 


કોણ છે પંકજ કુમાર?

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા છે.અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે.પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી પ્રભાવિત છે.

કોણ છે ડૉ.રાજીવ ગુપ્તા?

હાલમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કાર્યભાર ડૉ.રાજીવ ગુપ્તા સંભાળી રહ્યા છે. પંકજ કુમાર બાદ ડો રાજીવ ગુપ્તાને પણ આ મહત્વની જવાબદારીની કમાન સોંપાઈ શકે છે.પંકજ કુમાર અને રાજીવ ગુપ્તાની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે રાજીવ ગુપ્તા પણ 25 ઓગસ્ટ 1986માં IAS તરીકે જોડાયા હતા. રાજીવ ગુપ્તાએ રાજનીતિ શાસ્ત્રમાં MA, આંતરરાષ્ટ્રીય કાયદામાં P.hd કર્યું છે. રાજીવ ગુપ્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી માનવવા આવે છે.

કોણ છે વિપુલ મિત્રા?

અધિક મુખ્ય સચિવનો પદભાર સંભાળી રહેલા વિપુલ મિત્રાનું નામ પણ રાજ્યના મુખ્ય સચિવની રેસમાં આગળ ચાલી રાહયુ છે. ત્રણેય અધિકારી 25 ઓગસ્ટ 1986માં IAS તરીકે જોડાયા હતા. અધિક મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ મિત્રાની કામગીરીના પણ વખાણ થઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે કોણ ગુજરાતનો મુખ્ય સચિવની બાગડોર સંભાળશે.