ભરૂચ,તા૬

વણખુંટા સહિત આજુબાજુ વિસ્તારના રહીશોએ સાંસદને રજુઆત કરી હતી કે, પયૉવરણ દિવસની ઉજવણી થાય તે સારી બાબત છે, પરંતુ ઝઘડીયા તાલુકાના ગામોમાં ફોરેસ્ટ વિભાગ સહિત સર્વે નંબર જમીનોમાં મોટા વૃક્ષો અને જંગલનો સફાયો થઇ રહ્યો છે, જેવી ચોકવનારી રજુઆતથી સાંસદ રોષે ભરાયા હતા. ત્યારે સાંસદે જણાવ્યું હતું કે, ઝઘડીયા રેન્જ વિસ્તારમાં મોટાપાયે લાકડાની હેરાફેરીમાં વનવિભાગ કમીઁનો હાથ જણાઇ રહ્યો છે. ઝઘડીયા વનવિભાગના રેન્જર, બીટગાડઁ સહિતના અધીકારી- માફિયાઓની મિલીભગતથી જંગલના સાગી લાકડાનો સફાયો થઇ રહ્યો છે, તેને અટકાવવો જરૂરી છે. આ બાબતે રાજ્ય સરકારમાં રજુઆત કરીને કસુરવારોને ખુલ્લા પાડીશું તેવી ચિમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ લાકડાચોરનો ઈશારો કોના પર થઇ રહ્યો અને આવનાર સમયે સાંસદ કોના નામ જાહેર કરે છે તે જાેવું રહ્યું, સ્થાનિકોના જણાવ્યા અનુસાર જંગલના લાકડાઓ ખાસ કરીને વાંસ-સાગના લાકડાની ચોરીઓ થતી આવી છે તે વિષય પર સરકાર ધ્યાન આપે તો વિશ્વ પર્યાવરણ દિવસની ખરી ઉજવણી થઈ કહેવાય.