પાદરા, તા.૪ 

પાદરા શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા-જંબુસર ફોર લાઈન રોડ બનાવવા તેમજ પાદરા તાલુકામાં સતત વરસાદને કારણે મહીસાગર અને ઢાઢર નદીમાં છોડાયેલા પાણીને કારણે ખેડૂતોના પાકો સદંતર નિષ્ફળ ગયેલ છે, જેનો સર્વે કરાવી નુકસાનનું વળતર આપવા માટે પાદરા તાલુકા મામલતદારને રજૂઆત કરી હતી.

પાદરા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિની પાદરા શહેરના પ્રમુખ સંજયસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના કારોબારી માજી ચેરમેન અર્જુનસિંહ પઢિયાર, સરપંચ સંઘના પ્રમુખ રઘુવીરસિંહ રાજ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગીરવતસિંહ રાજ, નટવરસિંહ પઢિયાર, તાલુકા પ્રમુખ છત્રસિંહ પઢિયાર સહિતના કોંગ્રેસના પાદરા શહેર-તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો પાદરા મામલતદાર કચેરીના પટાંગણમાં ભેગા મળી પાદરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

પાદરા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર-વડોદરા-પાદરા રોડ ફોર લાઈન રોડ બનાવવા બનાવવા બાબતની જાહેરાત તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરેલી હતી તેમજ ૨૦૧૭માં મુખ્યમંત્રી રૂપાણીએ કરેલી હતી. આમ છતાં આજદિન સુધી પાદરાથી જંબુસર સુધીનો ફોર લાઈન રોડ બાબતે કોઈ કામ થયું નહીં હોવાથી સત્વરે પગલાં લેવા જરૂરી બન્યા છે.