અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વિધ્યાસહાયકોની ભરતીને લઈને વિવાદ થયો જે વિવાદ આજે હાઇકોર્ટમાં પહોચ્યો છે. વિધ્યાસહાયકો માટે ટેટની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. હાલમાં વિધ્યાસહાયકોની ભરતી માટેના ફોર્મ ચકાસવામાં આવી રહ્યા છે. જેમાં એક ઉમેદવારે બી બી એ પાસ કર્યુ હોવાથી તેનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે. જેથી આ ઉમેદવારે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અરજદારે કહ્યું છે કે જો બી બી એ માન્ય કોર્સ નથી તો ટેટની પરીક્ષામાં કેમ રોકવામાંના આવ્યો . જે મામલે હાઈકોર્ટે આજે હાયર સેકન્ડરી અને સેકન્ડરી કમિટીને એક મહિનામાં જવાબ રજૂ કરવા માટે કહેવામા આવ્યું છે.

અરજદારએ જણાવ્યુ હતું કે ગુજરાત યુનિવર્સીટીમાં એમ કોમ માટે પણ આ નિયમ નથી તો કેમ મારા સાથે અન્યાય થયો. અરજદારેના વકીલે રજૂઆત કરી હતી કે બી બી એ, બી .કોમ કર્યું તેની સાથે તેઓએ એમ .કોમ અને બી એડ પણ કર્યું છે. ત્યારે તેમણે ટેટની પરીક્ષા પાસ કરી ત્યારે તેમણે રોકવામાં નહોતા આવ્યા પરંતુ જયરે તેઓ ક્વોલિફાય થઈ ગયા ત્યારે જ તેમણે રોકવામાં આવ્યા. આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે એ અરજદારની તમામ દલીલો સાંભળી હતી. અરજદારે કહ્યું કે કમિટી જૂનો ઠરાવ બતાવે છે અને બી બી એ કર્યું હોય તેમણે ડીસ ક્વોલિફાય કરે છે. પરંતુ અત્યારે નિયમો બદલાયા છે અને બી બી એ માન્ય ગણાય છે. જોકે આ મુદ્દે હાઇકોર્ટ વધુ સુનાવણી આવતા મહિને કરશે. કમિટી ને એક મહિનામાં રજૂ કરવા માટે કહ્યું છે.