વડોદરા-

નવરાત્રીમાં આ વર્ષે ચણીયાચોળી સહિતની ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ફક્ત વડોદરાના નવરાત્રી બજારોને જ 100 કરોડનો ફટકો પડ્યો છે..આજ હાલત ઓનલાઇનના વ્યવસાયની પણ થઇ છે. સંસ્કારી નગરી વડોદરા ગરબાની રાજધાની કહેવાય છે.

નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ આ નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીના આયોજન રદ્દ થતા વડોદરાના નવરાત્રી બજારના વેપારીઓને રિટેલ વેચાણમાં 80 કરોડનો ફટકો પડ્યો છે. વેપારીઓએ નવરાત્રી થશે તેવી આશાએ જાન્યુઆરી માસથી જ કરોડોનું રોકાણ કર્યુ હતુ..પરંતુ હવે ચણીયા ચોળી સહિતની ચીજવસ્તુઓનું વેચાણ ન થતા વેપારીઓને માથે આભ તૂટી પડ્યું છે.ત્યારે બીજી તરફ કેટલાક ખેલૈયાઓએ પણ ખરીદી કરી રાખી હતી. પણ હવે ગરબા જ થવાના નથી..તો ચણીયાચોળીનું શું કરવું તે સવાલ ઉભો થયો છે.ચણીયા ચોળીમાં ક્રિએટિવિટી સાથે સર્જન કરતા ડિઝાઈનરને પણ આ વખતે ભારે નુકસાન થયું છે. જેનું દુઃખ પણ ડિઝાઇનરોમાં જોવા મળે છે.