કાનપુર-

કોરોના વાયરસનું સંક્રમણ દેશના અનેક રાજ્યોમાં પીક પર છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યો કોરોના સંક્રમણનો મારો સહન કરી રહ્યા છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે યૂપીના કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, લખનૌમાં સંક્રમણનો ગ્રાફ ૨૦ મે બાદ નીચે જશે, જ્યાં દરરોજ શહેરોમાં દોઢથી ૨ હજારની વચ્ચે કેસ આવી રહ્યા છે, ત્યાં ૨૦ મે બાદ સેંકડોમાં સીમિત થઈ જશે.

આઈઆઈટી કાનપુરના કૉમ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પદ્મશ્રી મણીન્દ્ર અગ્રવાલે ગાણિતિક વિશ્લેષમના આધાર પર દાવો કર્યો છે. તેમણે કોરોના પ્રભાવિત દરેક રાજ્યનો અલગ-અલગ ડેટા તૈયાર કર્યો છે. પ્રોફેસરે ગાણિતિક વિશ્લેષણના આધારે દાવો કર્યો છે કે યૂપીના પ્રમુખ શહેરો કાનપુર, લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ અને બીજા અનેક શહેરોમાં સંક્રમણનો ગ્રાફ ધડપથી નીચે આવશે, જ્યારે કેટલાક રાજ્યોમાં સંક્રમણનો ગ્રાફ ઝડપથી વધશે.

પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે કાનપુરમાં ગત ૨૮થી ૩૦ એપ્રિલની વચ્ચે કોરોના પીક પર હતો. આ વિશ્લેષણ ગત વર્ષના સંક્રમણની સ્થિતિ અને બીજી લહેરના સંક્રમણના ફેલાવાના આધાર પર નીકાળવામાં આવ્યું છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે ગત વર્ષના સંક્રમણના ફેલાવા અને રોગપ્રતિકારક શક્તિનું વિશ્લેષણ જનસંખ્યાના આધારે કર્યું છે. વિશ્લેષણમાં શહેરોની જનસંખ્યા, તપાસમાં મળેલા સંક્રમિત દર્દીઓ અને કેટલા દિવસમાં લોકો સુધી સંક્રમણ પહોંચી રહ્યું છે તેની ગણનાને સામેલ કરવામાં આવી છે.

વિશ્લેષણના આધાર દાવો કર્યો છે કે ગત વર્ષે માર્ચમાં ત્રણ દિવસમાં એક વ્યક્તિ સંક્રમિત થઈ રહ્યો હતો. આ વર્ષે માર્ચમાં સંક્રમણનો ફેલાવો વધ્યો અને બે દિવસમાં એક વ્યક્તિ સંક્રમિત થયો. ગત મહિને એપ્રિલમાં સંક્રમણનો ફેલાવો માર્ચથી પણ તેજ હતો અને સંક્રમણ પોતાના પીક પર પહોંચી ગયું. ઝડપથી ફેલાતા સંક્રમણને જાેઇને લોકો જાગૃત ના થયા. આ કારણે વાયરસ ઝડપથી ફેલાઈ ગયો. યૂપીના નોઇડામાં કોરોનાનો પીક ટાઇમ ૮થી ૧૨ મેની વચ્ચે આવવાનો છે. ત્યારબાદ કોરોનાના ગ્રાફમાં ઘટાડો આવશે. વિશ્લેષણ રિપોર્ટના આધાર પર મુંબઈમાં કોરોનાનો પીક ટાઇમ ૨૦થી ૨૨ એપ્રિલની વચ્ચે આવી ચુક્યો છે. એક જૂન સુધી કોરોનાથી રાહત મળી જશે. પટનામાં ૨૪થી ૨૬ એપ્રિલની વચ્ચે કોરોનાનો પીક ટાઇમ આવી ચુક્યો છે. ચેન્નાઈમાં ૨૫થી ૩૦ મે સુધી કોરોનાનો પીક ટાઇમ આવવાનો અંદાજાે છે. તો કોલકાતામાં ૧૨ મેની આસપાસ પીક ટાઇમ આવશે તેવું તેમના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે.