છોટાઉદેપુર, છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં કોરોના વેકસિન આપવા માટેની ડ્રાય રન (મોકડ્રિલ) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસ . રસીકરણની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ ડ્રાય રન એટલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ની રસીકરણ માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આ ડ્રાય રન એટલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન આરોગ્ય વિભાગના દ્વારા કઇ રીતે રસી આપવી તે અંગે પ્રેકટીસ કરાઇ હતી. જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, સરકારની સૂચના અનુસાર જિલ્લામાં જનરલ હોસ્પિટલ સહિત અન્ય ત્રણ સ્થળે કોરોના વેકસિન માટેની ડ્રાયરનનું આયોજન કરાયું હતું. વ્યવસ્થા ઘણી સુપેરે ગોઠવવામાં આવી હોવાનું જણાવી તેમણે વેકસિન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ અને વેઇટિંગ રૂમની પણ વ્યવસ્થા કરાઇ છે. આવી જ રીતે સુપેરે ચાલશે તો એક દિવસમાં ૧૦૦ લાભાર્થીને વેકસિન આપવામાં આવશે એમ જણાવ્યું હતું.