દાહોદ, તા.૧૬

છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપોની ચર્ચામાં છવાયેલા અને શિક્ષણને વેપલો અને પોતાની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવનાર દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે નિવૃત્ત શિક્ષક પાસેથી પેન્શન કેસના કાગળોમાં કોઈ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા સારું રૂપિયા ૧૦,૦૦૦/-ની લાંચની કરેલ માગણીની પૂરેપૂરી રકમ સ્વીકારતા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દાહોદ એસીબીની ટીમે ગોઠવેલ ટ્રેપમાં રંગે હાથ ઝડપાઈ જતા તેઓને વધુ પૂછપરછ માટે દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જતા જિલ્લાના શિક્ષણઆલમમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક શિક્ષક નિવૃત થનાર હોવાથી તેઓના પેન્શન કેસના કાગળોમાં કોઈ લેણા બાકી ન હોવા બાબતનું જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તાક્ષર વાળું પ્રમાણપત્ર મેળવવું જરૂરી હોઈ આ પ્રમાણપત્ર મેળવવા તે શિક્ષકે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં અરજ કરી હતી. અને તે પ્રમાણપત્રમાં સહી કરવા સારું દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ પોતાની કાયમની આદત મુજબ તે શિક્ષક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. પરંતુ તે શિક્ષક લાંચના નાણા આપવા માંગતા ન હોવાથી અને આ લાંચિયા શિક્ષણાધિકારી કાજલ દવેને પાઠ ભણાવવા માટે તે શિક્ષક દાહોદ એસીબી કચેરી ખાતે રૂબરૂ ગયા હતા. અને એસીબી અધિકારીને તમામ હકીકતથી વાકેફ કર્યા હતા. અને આ મામલે દાહોદ એસીબી કચેરીમાં તે શિક્ષકે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે દાહોદ એસીબી પીઆઇ કે વી ડીંડોર તથા ગોધરા એસીબીના મદદનીશ નિયામક બી એમ પટેલે ટ્રેપ નો પ્લાન બનાવ્યો હતો. અને ફરિયાદ કરનાર શિક્ષકને લાંચ આપવા માટેની રૂપિયા ૧૦,૦૦૦/- ની કિંમતની પાવડર વાળી ચલણી નોટો આપી આજરોજ દાહોદ એસીબી પીઆઇ કે.વી.ડીંડોર, ગોધરા એસીબી મદદનીશ નિયામક બી.એમ.પટેલ તથા દાહોદ એસીબીના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે નક્કી કર્યા મુજબ દાહોદ જિલ્લા સેવા સદનના બીજા માળે આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં છટકું ગોઠવું હતું અને લાંચ લેવામાં માહિર એવા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ તે નિવૃત્ત થનાર શિક્ષક સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી રૂપિયા ૧૦,૦૦૦/- ની લાંચ લેતા દાહોદ એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેને એસીબીએ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના આક્ષેપોની ચર્ચામાં છવાયેલા અને શિક્ષણને વેપલો અને પોતાની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવનાર દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે નિવૃત્ત શિક્ષક પાસેથી પેન્શન કેસના કાગળોમાં કોઈ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા સારું રૂપિયા ૧૦,૦૦૦/-ની લાંચની કરેલ માગણીની પૂરેપૂરી રકમ સ્વીકારતા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દાહોદ એસીબીની ટીમે ગોઠવેલ ટ્રેપમાં રંગે હાથ ઝડપાઈ જતા તેઓને વધુ પૂછપરછ માટે દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જતા જિલ્લાના શિક્ષણઆલમમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે.દાહોદ જિલ્લા સેવા સદનમાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આજે જે ઘટના ઘટી તે અત્યંત દુઃખદ છે. પરંતુ જ્યારે પરીક્ષાઓ સામે આવેલી છે. અને માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની ભાવના ઓ સાથે જાેડાયેલા એવા પ્રાથમિક શિક્ષણાધિકારીને જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો જે નવો ચાર્જ આપવામાં આવ્યો છે. તેને દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ આવકારે છે .પ્રાથમિક વિભાગમાં જે અધિકારી આટલું સારું કાર્ય કરે છે તે અધિકારીને દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નો ચાર્જ મળે તો જે પડતર પ્રશ્નો છે. તે સત્વરે સોલ્વ થઈ શકે તેમ છે. જેથી એ અધિકારીને દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવે તેવી દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની લાગણી અને માંગણી છે.

- નીલકંઠ ઠક્કર મહામંત્રી, દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ