ડાંગ-

જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક ગામમાં 14 વર્ષીય કિશોર અને કિશોરી શેરડી કાપવા અન્ય જગ્યાએ સ્થળાંતર થયાં હતાં. જ્યાં આ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ બંન્ન વચ્ચે શારીરિક સંબધ પણ બંધાયો હતો. જેના સ્વરૂપે કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવની જાણ સાપુતારા પોલીસને થતાં ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સમગ્ર ઘટનાનું સત્ય સામે આવતાં 14 વર્ષીય કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સાપુતારા પોલીસ મથકના PSI એમ. એલ. ડામોરે જણાવ્યું હતું કે, શેરડીના કામમાં મજૂરી કરવા ગયેલા કિશોર અને કિશોરી વચ્ચે પ્રેમમાં પડ્યાં હતાં. આ બન્ને વચ્ચે શારીરિક સંબધથી કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો. ઘટનાનાની જાણ પોલીસને થતાં તપાસ કરવામાં આવી હતી. જે બાદ ડાંગ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 14 વર્ષની ઉમરે કિશોર અને કિશોરી પ્રેમ સંબધમાં માતા-પિતા બની ગયાં, પરંતુ આ બન્ને કિશોર અને કિશોરીઓ કાયદાની ચૂંગલમાં ફસાઈ ગયાં છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.