વલસાડ, ડાંગ જિલ્લા ભાજપ સંગઠન નાં પ્રમુખ દશરથ પવારની વરણી સાથે ડાંગ ભાજપમાં વિવાદ સર્જાઈ રહયો છે જે પાયાનાં કાર્યકતાઓની સંગઠન માં અવગણનાં કરી થોડાંક દિવસ અગાઊ જ ભાજપનો ખેસ પહેરી પક્ષ માં જાેડાયેલાં કાર્યકરોને સંગઠન માં સ્થાન આપી ઊપ્રમુખ,મંત્રી નો હોદ્રો આપાયો છે જયારે ૩૦ વર્ષથી પક્ષ માટે જીવનારા પાયાનાં કાર્યકરોની અવગણાં થતાં આજે પાયાનાં કાર્યકરોએ વિરોધ નોધાવી નવસારીનાં ધારાસભ્ય અશોક ધોરાજીયાની ડાંગ ભાજપમાં દખલગીરી નહી કરવાં અનુરોધ કરી પોસ્ટ સોશિયલ મિડીયાએ વાયરલ કરતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે.   

ડાંગ જિલ્લા પચાયતનાં પ્રમુખ બીબીબેન ચૌધરી,રમેશભાઈ ચૌધરી,જિલ્લા પચાયત વિરોધપક્ષનાં નેતાં સુરેશભાઈ ચૌધરી, માજી મહામંત્રી રમેશભાઈ ગાગોડા,માજી તાલુકા કારોબારી બાબુરાવભાઈ ગાગોડા,માજી તાલુકા પ્રમુખ કિશનભાઈ વાસુણા રાજા,રતીલાલભાઈ,આહવાનાં અગ્રણી જીતુભાઈ, તેમજ જિલ્લા-તાલુકાનાં પધઅધિકારી ,સભ્યો,અને સરપચો દ્રારા આજરોજ એકઠા થઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી .આર .પાટીલ સંબોધીને ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓને થતો અન્યાય બાબતે રજૂઆત કરી જણાવ્યું છે કે જે માણસ ડાંગનો નથી ડાંગનો પ્રભારી નથી તે અશોક ધોરાજીયા અહિ ડાંગના સંગઠન ની રચના કરે ડાંગના આદિવાસી .સમાજમા ફૂટ નાખે છે ડાંગ ભાજપનાં કાર્યકરો માં ભેદભાવ ભાગલા પાડીને અહિ રાજકારણ કરી રહયો છે. જિલ્લાનાં ભાજપનાં પધઅધિકારી તેમજ કેટલાક કાર્યકરો વિનંતી કરી રહયાં છે કે અશોકભાઈ ધોરજીયાને ડાંગ બહાર કરી તેઓ ડાંગમાં શું કામ આવે છે જે બાબતે યોગ્ય તપાસ કરવાં માંગ કરાઈ રહી છે દશરથભાઈ પવાર ની નિમણુંક કરી છે જેઓ ગ્રામ પચાયતનાં વોર્ડ થી લઈ તાલુકા-જિલ્લા કે ધારાસભ્ય એક પણ ચુંટણી જીતવાનો અનુભવ નથી છતાં તેઓને ડાંગનાં પ્રમુખ બનાવી દેવામાં આવ્યાં છે.