અમદાવાદ-

કૃષિ કાયદાઓને લઈને દેશભરમાં વિવિધ સ્થળો પર આંદોલન કરવામાં રહ્યા છે અને ખાસ કરીને હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હીમાં હલ્લાબોલ કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પણ એકઠા થવાના છે. દિલ્હીની બોર્ડર પર થઇ રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ગુજરાતના ખેડૂતોના સંગઠનો પણ ગાંધીનગરમાં આજે બેઠક યોજવાના છે. ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠન એક મંચ પર આવશે જેમાં ખેડૂત સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરવા મુદ્દે આ સંસદમાં ચર્ચા કરવામાં આવશે અને રાજ્યમાં આંદોલનને લઈને રણનીતિ પણ બનાવવામાં આવશે.

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આ આયોજન કરવામાં આવશે જે બાદ ૧૨ તારીખે દિલ્હી કૂચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો સંસદને કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું છે. રાજ્યભરના ખેડૂત અગ્રણીઓને આ સંસદમાં ભેગા થવા હાંકલ કરવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાઓ સામે વિવિધ સ્તર પર દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને મનાવવાના ઘણા પ્રયાસ કર્યા અને બેઠકોનો દોર પણ ચાલ્યો જાેકે હવે ખેડૂતો કાયદા