વડોદરા, તા.૧૯ 

એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ જે સ્કોલરશીપ ફોર્મ ભરીને સ્કોલરશીપ મેળવે છે તે ડીએસડબલ્યુનુ ફોર્મ તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશના ચાલુ કરવાની માંગ સાથે એજીએસયુના વિદ્યાર્થીઓ દ્વારા યુનિ.રજીસ્ટ્રારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

યુનિ. હેડ ઓફીસ ખાતે આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં સ્કોલરશીપ માટે યુનિ. દ્વારા ડીએસડબલ્યુનુ ફોર્મ ઓપન કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ફોર્મ ભરીને સ્કોલરશીપ મેળવી શકે,આ વર્ષે અડધુ વર્ષ પુરૂ થવા આવ્યુ છતા હજી સુધી ડીએસડબલ્યુનુ ફોર્મ ચાલુ કરવામાં આવ્યુ નથી જેથી વહેલી તકે સ્કોલરશીપ ફોર્મનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ફોર્મ ચાલુ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સ્કોલરશીપનુ ફોર્મ ભરીને તેનો લાભ લઈ શકે.