આણંદ : હાલની કોરોનાની મહામારીના સમયમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકાર દ્વારા ફૂડ ગેઇન - કૂકિંગ કોસ્ટની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદ્દઅનુસાર આણંદ ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને મધ્યાભોજન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં છ તબક્કામાં ફૂડ ગેઇન - કૂકિંગ કોસ્ટની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. 

સરકાર દ્વારા કરાયેલાં ફૂડ ગેઇન - કૂકિંગ કોસ્ટની રકમ બાળકોને મળી છે કે કેમ તેની ચૂકવણીની ક્રોસ તપાસ માટે આણંદ જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટર લલિત પટેલ અને આણંદ ગ્રામ્યના મામલતદાર આર.બી. પરમારે બાકરોલ ખાતે પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે હિસાબી રેકર્ડની તપાસ કરી વાલીઓને રૂબરૂ પૂછપરછ કરીને સરકાર દ્વારા ફૂડ ગેઇન - કૂકિંગ કોસ્ટની રકમનો લાભ બાળકોને યોગ્ય રીતે મળે છે કે કેમ તેની ખાતરી કરી હતી.