દેવગઢ બારિયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરી ગામે ખુબજ દરિદ્રતામાં જીવતા અને ફાટેલા પ્લાસ્ટિકના અને કંતાનના બનેલા નાના ઝુંપડામાં રહી છુટક મજૂરી કરતા બાબુભાઇ પટેલ ઉં (૪૦) તેમની પત્ની અનિલાબેન ઉ (૩૮) અને નાની છોકરી સેજલ ઉ(૭) ને આજે તારીખ ૩૧-૦૧-૨૦૨૧ ના રોજ તેમના જ ખેતરમાં આહાર ટ્રસ્ટ દે.બારીયા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક ટિફિન સેવા આપતી સંસ્થા દ્વારા નવું એક રૂમ રસોડાનું પાકું મકાન ‘’પ્રેમાહાર’ બનાવી તેમાં ઘરવપરાશના તમામ સાધનો જેવાકે રસોઈના વાસણો, વાસણો મુકવાનો ઘોડો, બે પલંગ, બે ગાદી, ઓશિકા, ચાદરો તથા ધાબળાના સેટ, નવા કપડાં-ચપ્પલ વગેરે આપી અને ગરીબ પરિવારના સંબંધીઓ તથા ગામના ૧૫૦ લોકોને દાળ,ભાત,શાક, લાપસીનું પાકું ભોજન જમાડી અને જયભગવાન દાદા બ્રાહ્મણ દ્વારા નિઃશુલ્ક સત્યનારાયણની કથા સાથે શાત્રોક્તવિધિ સાથે તેઓને નવા ઘરમાં ગૃહપ્રવેશ કરાવી આહાર ટ્રસ્ટ દેવગઢ બારીયા ધ્વારા ગરીબ પરિવારમાં ખુશીઓનું વાવાઝોડું લાવી ઉજવણી કરવામાં આવી હતી. અને સરકાર તરફથી તાત્કાલિક આ પરિવારને શૌચાલય પણ બનાવી આપવામાં આવ્યું હતું. આ આખા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાની ખજૂરી પ્રાથમિક શાળાના આચાર્ય દિલીપભાઈ પટેલ હાજર રહ્યા હતા અને તેઓશ્રીના અથાગ પ્રયત્નોને કારણે આ ગરીબ પરિવારમાં ખુશીનો પ્રવેશ થઈ શક્યો.