નડિયાદ : નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ડિસેમ્‍બર-ર૦૨૦ માં પાલક માતા-પિતા યોજના અંતર્ગત આવેલી વિવિધ અરજીઓમાં વધુ ૧૨ બાળકોને પસંદ કરીને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત અભ્યાસ કરતાં બાળકો પૈકી બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી માસિક રૂ.૩૦૦૦ સુધીની સહાય આપવામાં આવે છે. બાળક ૧૮ વર્ષ પહેલાં ભણવાનું છોડે તો તેની સહાય બંધ કરવામાં આવે છે. એટલે કે બાળકનો અભ્યાસ ચાલું હોવો જરૂરી છે. પાલક માતા - પિતા યોજના અંતર્ગત ખેડા જિલ્‍લામાં નવી મંજૂર થયેલી અરજીઓની સાથે હાલની સ્થિતિએ કુલ ૬૧૯ લાભાર્થીઓ લાભ મેળવી રહ્યાં છે. તદઉ૫રાંત સમિતી દ્વારા રાજ્ય સરકારની સ્પોન્સરશી૫ યોજના અંતર્ગત લાભ મેળવી રહેલાં કુલ ૧૮ બાળકોનું ફોલોઅ૫ કરી તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેઓને આગામી જાન્યુઆરી-ર૦ર૧થી માર્ચ-ર૦ર૧ દરમિયાન સહાયની ચૂકવણી કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. સ્પોન્સરશી૫ યોજના અંતર્ગત ૫ણ બાળકને તેનાં ઘરે પુનઃસ્થા૫નના ભાગરૂપે રૂ.૩૦૦૦ની માસિક સહાય આ૫વામાં આવે છે.