વલસાડ : ખેરગામ એપીએમસી માર્કેટ ખાતેથી રેલી સ્વરૂપે ૬૦ જેટલા ડી.જે સંચાલકો તાલુકા સેવા સદન પહોંચી તાલુકામાં ડી.જે વ્યવસાય શરૂ થાય તે માટે ડી.જે વગાડવા અથવા તો બેરોજગારી ભથ્થું આપવાની માંગ સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મામલતદારને આવેદનનપત્ર પાઠવ્યું હતું. કોરોના મહામારીમાં ડી.જે.સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરતા માલિકો અને સંચાલકો બેરોજગાર થતા સ્થિતિ દયનિય બની છે.મોંઘા-મોંઘા સાઉન્ડના સાધનો માર્ચ મહિનાથી ઘરે પડી રહેલા છે. લગ્નસરાની સિઝનમાં પણ લોકડાઉનના સમયે ધંધો બંધ રહેતા આખા વર્ષની લગ્ન સિઝનમાં કમાણી નહી થતા લોનના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી છે.તેમજ ગણેશવિસર્જન,નવરાત્રીના સમયમાં બંધ રહે તો પરિસ્થિતિ વધુ બગડી શકે છે.જેથી આવનારા મહોત્સવમાં ડી.જે અને ઓરકેસ્ટ્રા બેન્ડ સાઉન્ડ મુકવાની પરવાનગી માટે મામલતદારને કહ્યું હતું.