વડોદરા : રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનાર અને ગાંધીનગરના સત્તાના ગલીયારોમાં જાેરશોરથી ચર્ચાતો ગોત્રીના હાઇપ્રોફાઇલ રેપ કાંડમાં બીજા નંબરનો આરોપી રાજુ ભટ્ટને નાટ્યાત્મક રીતે જુનાગઢથી ઝડપી લેવાયો હોવાનું શહેર પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. મોડી સાંજ સુધીમાં એને વડોદરા લવાશે. વડોદરા પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલા આ મામલામાં મુખ્ય આરોપી અશોક જૈનને પણ ટુંક સમયમાં જ ઝડપી લેવાશે એમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે. ત્યારે કાનજી મોકરીયાની ધરપકડ પોલીસ માટે ગઇમ ચેન્જર બની હોવાનું બહાર આવ્યું છે.

ભાજપના પ્રાદેશીક નેતાઓ સાથે અત્યત ધરોબો ધરાવતાં અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિશસિંહ જાડેજા સાથે જાહેરમાં દેખાતા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ એ ભુગર્ભમાં ઉતરી ગયો હતો.

આ મામલામાં મુખ્ય આરોપી જૈન સમાજના અગ્રણી અને જાણીતા સી.એ.અશોક જૈન છે એ પણ દુષ્કર્મ ફરિયાદ બાદથી જ ફરાર છે ત્યારે નવ દિવસ સુધી બન્ને આરોપી પૈકી કોઇ પણ નહી ઝડપાતા શહેર પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો હતો. જેને લઇ જુદીજુદી ૮ જેટલી ટીમો બનાવી અન્ય રાજ્યોમા પણ મોકલાઇ હતી. પિડીતાના સંપર્કમાં અગાઉથી જ આવેલા નંદનકુરીયરના કાનજી અરજન મોકરીયાની ત્રણ દિવસ સુધી સવાર સાંજ પુછપરછ ક્રાઇમ બહ્રાંચમાં ચાલી હતી. જેમાં પિડીતાએ આપેલી કેફિયત અનુસાર પુરાવા હાથ લાગતાં અને ફરિયાદ થતાં અગાઉ અને બાદમાં પણ કાનજી મોકરીયા રાજુભટ્ટના સંપર્કમાં હોવા ઉપરાંત ભગાડવામાં પણ કાનજી મોકરીયાની ભુમિકા બહાર આવતાં અંતે ગઇ કાલે મોડી સાંજે કાનજી મોકરીયાની ક્રાઇમ બ્રાંચે સત્તાવાર ધરપકડ કરી હતી.

મોકરીયાનો આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવ્યા બાદ અદાલત સમક્ષ રીમાંડ માટે રજુ કરાશે એમ સુત્રોએ જણાવ્યું છે. દરમિયાન આજે સવારે ૧૧ વાગે જુનાગઢ પોલીસના સહયોગથી શહેર પોલીસે જુનાગઢ શહેરમાંથી ગાડીમાં જઇ રહેલા રાજુ ભટ્ટને આંતરી ઝડપી લીધો હતો. અને વડોદરા લઇ આવવા પોલીસની ટીમ રવાના થઇ હતી. અગાઉ ૭ વાગે અત્રે રાજુને લઇ આવશે એવી ધારણા હતી પરંતુ આઠ વાગે ક્રાઇમ બ્રાંચના એ.સી.પી. ચૌહાણે મોડી રાત્રે ૧૧ઃ૩૦ વાગે એને વડોદરા લવાશે એવી જાહેરાત કરી હતી.

ધરપકડ કરાયેલા કાનજીએ જ બાતમી આપી પકડાવ્યો

વડોદરા ઃ ભાજપના નેતાઓની નિકટ ગણાતો અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો ખાસ કહેવાતો ગોત્રી દુષ્કર્મકાંડનો આરોપી રાજુ ભટ્ટને કાનજી મોકરીયાની કબુલાતથી જ ઝડપી લેવાયો હોવાનું અત્યંત વિશ્વાસપાત્ર વર્તુળોએ જણાવ્યું છે. પિડીતાને છેક છેલ્લી ઘડી સુધી ફરીયાદ નહીં કરવા સમજાવા માટે રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયાએ ધમપછાડા કર્યા હતા. તેમ છતાં ફરિયાદ કરવા પિડીતા મકકમ રહેતા અંતે કાનજીની સહાય અને સંપર્કોની જ રાજુભટ્ટ ભાગ્યો હતો અને આશરો ઉપલ્બધ કાનજી એ જ ઉપલબ્ધ કરાવ્યો હોવાનું માનવમાં આવે છે. ત્યારે રાજુ ભટ્ટ કેવી રીતે ઝડપાયો એની માહીતી પ્રાપ્ત થઈ છે.

ગઈકાલે સાંજે નંદન કુરીયરવાળા કાનજી મોકરીયાની સત્તાવાર ધરપકડના થઈ હોત તો હજુ પણ રાજુ ભટ્ટને ઝડપી શકાત નહીં પરંતુ ફરિયાદના સમયે કાનજી અને રાજુ વચ્ચે અસંખ્યવાર મોબાઈલ ઉપર વાતચીત અને ફરીયાદ બાદ પણ બન્નેનું મોબાઈલ લોકેશન એક જ સ્થળે હોવાથી રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજીનો જ હાથ હોવાની શંકા મજબુત બની હતી એજ કારણે જ ક્રાઈમ બ્રાંન્ચ ખાતે સતત ત્રણ દિવસ સુધી કાનજીની પુછપરછ ચાલતી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંન્ચે બન્ને વચ્ચેના સંપર્કોની તપાસ ચલાવી રહી હતી.

ગઈકાલે સાંજે મોકરીયાની ધરપકડ થતાં જ ખુદ પોલીસ કમિશ્નર પુછપરછ માટે ક્રાઈમ બ્રાંચ ખાતે પહોંચ્યા હતા. જયાં પુછપરછ દરમ્યાન કાનજી ભાંગી પઢયો હતો અને રાજુ ભટ્ટને ભગાડવામાં મિત્રતાને નાતે મદદ કરી હોવાની કબુલાત કરી હતી અને રાજુ ભટ્ટ કયાં સંતાયો હોઈ શકેની માહીતી આપતાં જ ક્રાઈમ બ્રાંન્ચે તાત્કાલીક રાજકોટ રેજ આઈ.જી.નો સંપર્ક કરી રાજુ ભટ્ટેને ઝડપી પાડવા માટે મદદ માંગી હતી.

બીજી તરફ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ અન્ય સ્થળે રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમને જુનાગઢ રવાના કરવામાં આવી હતી. એ અગાઉ રાજુ ભટ્ટને પણ કાનજી મોકરીયા પોલીસ સમક્ષમાં ખોલશે તો ઝડપાઈ જવાશે એ ડરે જયાં સંતાયો હતો. ત્યાંથી જુનાગઢ તરફ અન્યકારમાં રવાના થતાં એ કારનો નંબર પણ શહેર પોલીસને મળતાં જુનાગઢ પોલીસને નંબર આપી કાર સહીત રાજુ ભટ્ટને ઝડપી પાડવાની સુચના અપાતા અંતે રાજુભટ્ટ ઝડપાઈ ગયો હતો અને આખુ ઓપરેશન પાર પડયુ હતું.

ઐયાસીનો અડ્ડો હાર્મની હોટલ ઃ બાબુ બોખરીયા ભાગીદાર?

હાર્મની હોટલ ઐયાસીનો અડ્ડો બની ગયો હતો એવી ચર્ચા કાર્યોરેટ સર્કલ અને અધિકારીઓના વર્તુળોમાં ચર્ચાય છે ત્યારે નંદન કુરીયરના સંચાલક કાનજી મોકરીયા સાથે આ હોટલ અને અન્ય પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર વિવાદાસ્પદ ભાજપ અગ્રણી બાબુ બોખરીયાની પણ ભાગીદારી હોવાનું કહેવાય છે અને લોકડાઉનના સમયગાળામાં પ્રણય શુકલ નામના કહેવાતા પત્રકારે કાનજી મોકરીયાનો સંપર્ક કરાવી હાર્મની હોટલ ખાતે પિડીતાને ૨૦ દિવસ રહેવા મોકલી હતી અને ત્યાં રાજુ ભટ્ટ પણ અવાર નવાર અવર જવર કરતો હતો.

નવો ટ્રેન્ડ ગમે ત્યારે સ્ફોટક બનશે!

શહેરના કોર્પોરેટ સર્કલ અને બિલ્ડર લોબીથી માંડી ઉચ્ચ અધિકારીઓ પાસે કામ કરાવવા મોટી મોટી રકમ ઉપરાંત પ્રભાવ પાડવા માટે આકર્ષક અને સ્વરૂપવાન યુવતીઓ પણ ધરવામાં આવે છે. અગાઉ શહેરના બે જાણીતા તબીબો હની ટ્રેપનો ભોગ બની ચુક્યા છે ત્યારે હજી પણ પોલીસ આ મામલો રેપનો છેકે હની ટ્રેપનો એ શોધી શકી નથી. પરંતુ શહેરમાં શરૂ થયેલો આ નવો ટ્રેન્ડ ગમે ત્યારે ધરતીકંપ જેવી પરીસ્થિતીનું સર્જન કરશે એ નક્કી હોવાનું માનવામાં આવે છે.

અન્ય યુવતીઓને બિલ્ડરો-અધિકારીઓ પાસે મોકલાતી હતી?

અશોક જૈન, રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયા દ્વારા પિડીતા સહિત અન્ય યુવતીઓનો ગેર ઉપયોગ કરાયો હોવાની ચર્ચાએ વ્યાપારી આલમમાં જાેર પકડ્યું છે. પિડીતા અને લઘુમતી કોમની ‘એન’ નામ ધરાવતી યુવતીને બિલ્ડરો અને ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવા માટે પ્રસાદીરૂપે ધરાવાતી હોવાનું ચર્યા છે. જેમાં ક્યારેક અશોક જૈન દ્વારા તો ક્યારેક રાજુ ભટ્ટ દ્વારા અને છેલ્લા મોકરીયા દ્વારા યુવતીઓનો મજબુરીનો લાભ ઉઠાવી જબરજસ્તી ધાક ધમકી આપી શામદામ દંડની નિતી અપનાવી દબાણ પૂર્વક ઇન્કમટેક્ષના અધિકારીઓ, બિલ્ડરો અને ઉચ્ચ અધિકારી પાસે મોકલાતી હોવાનું માનવામાં આવે છે. મામલો બહાર આવ્યા બાદ આયકર વિભાગના બે અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ કમિશ્નરને જાેઇ મોકરીયા ભાંગી પડ્યો અને રાજુની પાક્કી માહિતી આપી

શિસ્તના આગ્રહી અને સ્વભાવે કડક હોવાની છાપ ધરાવતા પોલીસ કમીશ્નર ડો.શમશેરસિંગને જાેતા જ ક્રાઇમ બ્રાંચના ટોર્ચરરૂમમાં જમીન ઉપર પલાઠી વાળી બેસેલા નંદન કુરીયરના સંચાલક અને હાર્મની હોટલના માલિક કાનજી મોકરીયા ભાંગી પડ્યા હતાં અને રડકા રડતા મોટી ભુલ થઇ ગઇ હોવાનું જણાવી રાજુ ભટ્ટ સાથે મિત્રતાના નાતે ભગાડવામાં મદદ કરી હોવાની કબુલાત કરી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાય છે અને પો.કર્મીએ આંખ ઉચીં કરતા જ એ ક્યાં છુપાયો હોઇ શકેની માહિતી આપી દીધી હતી જેના કારણે ક્રાઇમ બ્રાંચમાં મધ્યરાત્રી સુધી પો.કર્મીની હાજરીમાં ટેકનીકલ સર્વેલન્સ ચાલ્યા બાદ સવારે રાજુને જુનાગઢથી ઝડપી લેવાયો હતો.

આરોપીઓની વૈભવી કારોની એફ.એસ.એલ તપાસ

ગોત્રીના હાઇ પ્રોફાઇલ રેપકેસમાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વૈભવી કારોને પોલીસે જપ્ત કર્યા બાદ કારની એફ.એસ.એલ દ્વારા વૈજ્ઞાનીક ઢબે ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. અશોક જૈન દ્વારા યુવતીને લાવવા લઇ જવા ઉપયોગમાં લેવાતી અને ફરિયાદમાં જેનો ઉલ્લેખ છે એ સફેદ કલરની ૩૩૫૫ નંબરની મર્સીડીઝ બાદ લાલ કલરની રેન્જરોવર અને સફેદ હોન્ડા સિટી જપ્ત બાદની તપાસ કરાઇ હતી. એવી જ રીતે રાજુ ભટ્ટની ઇનોવા, સફેદ ક્રેટા અને સફેદ આઇ ટ્‌વેન્ટીની પણ ક્રાઇમ બ્રાંચ ખાતે એફ.એસ.એલ દ્વારા તપાસ કરી પુરાવા મેળવાયા હતાં.

અશોક જૈન મહારાષ્ટ્રમાં સંતાકુકડી રમી રહ્યો છે

ગોત્રીના હાઇપ્રોફાઇલ રેપકાંડના મુખ્ય આરોપી અશોક જૈન હવે ગમે ત્યારે ઝડપાઇ જશે એમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે. છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના જુદાજુદા સ્થળો ઉપર પોલીસની ટીમ સાથે સંતાકુકડી રમી રહ્યો છે. ટેકનીકલ સર્વેલંસના આધારે પોલીસની ટીમો અશોક જૈનની નજીક પહોંચી ચુકી છે ત્યારે હાથવેતમાં હોવાથી ગમે

ત્યારે ઝડપાશે એવો વિશ્વાસ પોલીસ વર્તુળોએ વ્યક્ત કર્યો છે.