વડોદરા : રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે ફરજ બજાવતા તબીબી પ્રાધ્યાપકો તેમજ ટ્રેઈન નર્સો માગણી વર્ષોથી નહીં સંતોષાતા આખરે ડોક્ટરો અને નર્સોએ હડતાલ નો માર્ગ અપનાવ્યો છે જેના અંતર્ગત વડોદરા મેડિકલ કોલેજના પ્રાધ્યાપક ઓએ આજથી નોન કોવિડ સેવાઓ નો બહિષ્કાર કરી આજે મેડિકલ કોલેજના પટાંગણમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવી આક્રમક મૂડમાં આવી ગયા હતા. પ્રાધ્યાપક તબીબોએ મેડીકલ સેવાનો બહિષ્કાર કરતા મૃતકોના પોસ્ટમોર્ટમ પણ અટકી જતા તેની સીધી અસર મૃતકના સગા ઓમાન પડી હતી જેથી મૃતકના સગા તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે પણ અટવાયા હતા. આ સાથે વોર્ડમાં દાખલ દર્દીઓની હાલત પણ દયનીય બની હતી

     ગુજરાત મેડિકલ ટીચર એસોસિયેશનના વડોદરા એકમના સેક્રેટરી ડોક્ટર બિજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે સરકાર પાસે ઘણા વર્ષોથી અમારી માગણીઓ પેન્ડિંગ છે પરંતુ સરકાર દ્વારા આ માંગણીઓ મુદ્દે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલું જ નહીં અમારી માગણીઓ મામલે સરકારનો અવારનવાર લેખિત તેમજ મૌખિક ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે પ્રત્યુતર આપવામાં આવતો નથી અને એનકેન પ્રકારે અમારી માગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. જેના કારણે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તમામ પ્રાધ્યાપકો આજથી જલદ આંદોલન ના મંડાણ કર્યા છે અને આજથી જ નોન કોવિડ મેડીકલ સેવાઓ નો બહિષ્કાર કર્યો છે અને સામૂહિક રીતે આંદોલનમાં જાેડાઇને તમામ પ્રાધ્યાપકો એ વડોદરા મેડિકલ કોલેજના પટાંગણમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો જાેડાયા હતા વધુમાં જણાવ્યું હતું કે જેમાં મેડિકલ કોલેજના અભ્યાસ નો પણ સમાવેશ થાય છે પ્રાધ્યાપકો એ જણાવ્યું હતું કે જાે સરકાર દ્વારા કોઈ ર્નિણય લેવામાં નહીં આવે તો તારીખ ૧૪મી સારવાર અભ્યાસ ઉપરાંત કોવિડ ની સારવાર નો પણ બહિષ્કાર કરવામાં આવશે અને અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે.રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ આ વખતે પણ પ્રાધ્યાપક કોને લોલીપોપ આપીને પોતાનું આંદોલન સમેટી લેવા અરજ કરી છે પરંતુ આ વખતે પ્રાધ્યાપકો છેતરાવવા તથા નમતું જાેખવા મુંડ માં ન હોવાથી તેઓએ સત્તાધીશો પાસે લેખિતમાં અને પોતાની માગણીઓ પૂર્ણ કરવા માટે સમય મર્યાદા ની માંગ કરી છે.

આ ઉપરાંત સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતી નર્સો દ્વારા પણ તેઓની માગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે અને તેઓની માગણીઓને પણ વર્ષોથી સરકાર દ્વારા ધ્યાન આપવામાં ન આપતા તેઓ પણ આરપારની લડાઇ લડવાના મૂડમાં હોય તેમ તબીબી પ્રાધ્યાપકો સાથે જાેડાઈ ગયા છે અને સરકારને એક સપ્તાહ ની મુદત આપવામાં આવી છે જાે સરકાર દ્વારા અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ૧૮મી મેથી હા ચોક્કસ મદદ હડતાલ પર જવા માટેનું એલાન કર્યું છે. એ દરમિયાન નસો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે કેમ નર્સિંગ એસોસિએશન ના સેક્રેટરી કમલેશ પરમારે જણાવ્યું હતું

રેસિડેન્સી અને ઈન્ટર્નશિપ તબીબો અને તાલીમાર્થી નર્સ્િંાગ વિદ્યાર્થીઓને મેડિકલ સેવાઓ સોંપવામાં આવી

વડોદરા. હાલ ગોત્રી હોસ્પિટલ જીએમઈઆરએસના તબીબો અને નર્સિંગ સ્ટાફ છેલ્લા બે દિવસથી તેમની કેટલીક ન્યાયિક માગણીઓને લઈને હડતાળ પર છે અને આ હડતાળના આંદોલનને આક્રમક બનાવવાના મૂડમાં છે તેવા સંજાેગોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આરોગ્ય સેવાઓમાં ભારે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા હોય હોસ્પિટલના સત્તાધીશોએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેસિડેન્સી અને ઈન્ટર્નશિપ તબીબોને આરોગ્ય સેવાની ડયૂટી ફાળવવામાં આવી છે. જ્યારે નર્સ્િંાગ સ્ટાફની અવેજીમાં નર્સ્િંાગ તાલીમાર્થી વિદ્યાર્થીઓને ડયૂટી સોંપવામાં આવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કોરોના એડવાઈઝરી કમિટીના અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યંંુ. જાે કે, તાલીમાર્થી તબીબી વિદ્યાર્થીઓ દર્દીઓની યોગ્ય મેડિકલ સેવાઓ આપી શકશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

હડતાળ ઉપર ઉતરેલા તબીબી પ્રાધ્યાપકો કોવિડ અને ઈમરજન્સી મેડિકલ સેવાઓ ચાલુ રાખશે ઃ નોનકોવિડ તમામ સેવાઓ બંધ

વડોદરા. મેડિકલ કોલેજમાં તબીબી પ્રાધ્યાપકો તેમની ન્યાયિક માગણીઓ મુદ્‌ે સરકાર સામે હડળતાનું આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલન ત્રીજા દિવસે આજે તબીબી પ્રાધ્યાપકોએ સયાજી હોસ્પિટલના પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી નોનકોવિડ મેડિકલ સેવાઓથી અલિપ્ત રહ્યા હતા જેના પરિણામે કેટલાક દર્દીઓની આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી. દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જાે કે, આવતીકાલથી તબીબી પ્રાધ્યાપકોએ કોવિડમાં મેડિકલ સેવાઓ નહીં આપી અલિપ્ત રહેવાનું નક્કી કરાયું છે જેના લીધે કોરોના દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર તેમજ જાેખમી બની શકે છે. મોડી સાંજે સરકાર સાથે વાટાઘાટો થયા બાદ ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું હોવાનું ગુજરાત ટીચર્સ એસો.ના સેક્રેટરી ડો. બિજયસિંહ રાઠોડે જણાવ્યું હતું.

સયાજી હોસ્પિટલના સુપ્રિ. કોરોના સંક્રમિત ઃ હોમ ક્વોરન્ટાઈન થયા

વડોદરા. સયાજી હોસ્પિટલમાં ૨૪ કલાક ફરજ બજાવી રહેલા સુપ્રિ.ને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં આરટીપીસીઆર ટેસ્ટમાં ડો. રંજન ઐયરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અલબત્ત, કોરોના સંક્રમિત બનતાં તેઓ હાલ હોમ ક્વોરન્ટાઈન થઈ રજા ઉપર ઉતરી ગયા છે.