ડભોઈ

ડભોઇ તાલુકાના તેનતલાવ નજીક થી પસાર થતી નર્મદા મેઇન કેનાલ માં ગત રાત્રી એક સ્ક્રોપિયો કાર ખાબકી હતી. સમગ્ર બનાવ માં બોડેલી ના યુવાન જેમનું મૂળ વતન શિનોર તાલુકાના નાનાકરાળા ગામે રાત્રી ના તે પોતાના ઘરેથી બોડેલી જવા નિકળ્યા હતા પણ મોડી રાત સુધી ઘરે નહીં પહોચતા શિનોર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયા ની ફરીયાદ થઈ હતી. જે આધારે આજે વહેલી સવારે તેનતલાવ નજીક થી સ્ક્રોપિયો કાર અને કાર માં યુવક નો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ડભોઇ તાલુકાના તેનતળાવ નજીક બનેલ ઘટના માં બોડેલી ગામે રહેતો દેવાંશ ઠાકર નામ નો યુવક પોતાના વતન શિનોર તાલુકાના નાનાકરાળા ગામે થી ગત રોજ બોડેલી જવા પોતાની સ્કોરપિયો કાર લઈ ને નિકળયો હતો પરંતુ રાત્રે તે બોડેલી ન પહોચતા શિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ગુમ થયા ની જાણવા જાેગ અરજી થઈ હતી.જ્યારે બીજી તરફ ડભોઇ તાલુકા ના તેનતળાવ નજીક થી પસાર થતી નર્મદા કેનાલ મા એક કાર ખાબકી હોવાનું માલૂમ પડતાં સ્થાનીક લોકો દ્વારા તે કાર ને બહાર કાઢતા તે સ્કોરપિયો કાર હોય અને તેમાં મૃત દેહ હોય કાર કેનાલ માં કઈ રીતે ખાબકી તે અંગે ડભોઇ અને શિનોર પોલીસ તપાસ માં લાગી રહેલ છે. હાલ તો મૃતક દેવાંશ ઠાકર ના પરિવાર જનો ને જાણ કરી ચાંદોદ પોલીસ દ્વારા પી.એમ.ની કાર્યવાહી કરી મૃત દેહ પરિવાર ને શોપવામાં આવ્યો હતો. અગાઉ પણ આજ કેનાલમાં થી આ રીતે એક કાર મળી આવેલ હતી અને ફેમીલી નો ભોગ લીધો હતો.