અમદાવાદ-

મેઘરાજાની સવારી ખેંચતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. 10 દિવસથી વધુનો સમય થઈ ગયો છતાં વરસાદનહીં આવતા અસહ્ય ગરમીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. પરંતુ હવે વરસાદને લઈને હવામાંન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપ્યા છે. આગામી 11 અને 12 જુલાઈએ વરસાદ પડશે. કચ્છ, સૌરાસ્ટ્ર અને અમદાવાદમાં વરસાદી માહોલ જામશે. પશ્ચિમ બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશરને કારણે વરસાદ મળશે. જોકે આ સમાચાર ખેડૂતો માટે આનંદ લઈને આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 11 અને 12 જુલાઇ ના રોજ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે દક્ષિણ ગુજરાત સૌરાસ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગના મનોરમાં મોહંતિ એ જણાવ્યુ હતું કે પશ્ચિમ બંગાળમાં હવાના દબાણને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. છૂટોછવાયો વરસાદ ગુજરાતને મળશે. શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા ખેડૂતોને પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી હતી પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતાં ખેડૂતોને રાહત મળી છે.જોકે શરૂઆતમાં વરસાદ ખેંચતા વરસાદની ઘટ રહેશે. ચોમાસુ વહેલું શરૂ આવ્યું હોવા છતાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.