ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્ય ચૂંટણી પંચ આયો ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરી શકે છે. ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દરેક ધારાસભ્યોને બે વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. બેઠક બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મંગળવારેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાના વિધાનસભા વિસ્તાર ઉપરાંત બીજા આસપાસના વધુ એક વિધાનસભા વિસ્તારને દત્તક લેવામાં આવશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક કોંગ્રેસના ધારાસભ્ય બે વિધાનસભા વિસ્તારની જવાબદારી સંભાળશે અને આ બન્ને વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે વિજય મેળવશે તે અંગેનું પણ આયોજન મંગળવારની બેઠકમાં કરવામાં આવ્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દરેક ધારાસભ્યોને બે વિધાનસભા વિસ્તારની જવાબદારી આપવામાં આવી છે.