અમદાવાદ-

રાજ્યના પૂરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા પોતાના વિસ્તારમાં તાલુકા પંચાયતને સુદ્ધાં બચાવી શક્યા નથી. તેમના ગઢ ગણાતા મતવિસ્તારમાં તેમને ભારે શિકસ્તનો સામનો કરવો પડ્યો છે. તેઓ પોતાની વીંછીયા તાલુકા પંચાયતને બચાવી શક્યા નથી. અહીંની તાલુકા પંચાયતની 18માંથી 14 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આમ સર્વત્ર ભાજપના વિજયની સામે અહીં કોંગ્રેસે હરખાવાનું કારણ બન્યું હતું, જ્યારે કુંવરજી બાવળીયા માટે કફોડી હાલતમાં મૂકાવા જેવું થયું હતું. 

કુંવરજી બાવળીયા રાજ્યના પૂરવઠા મંત્રી છે અને પાણી પૂરવઠા ઉપરાંત પશુપાલન અને ગ્રામ્ય નિર્માણ જેવા ખાતાઓ સંભાળે છે અને કોળી સમાજનું પ્રતિનિધિત્વ પણ કરે છે.