દિલ્હી-

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી મચેલી રાજકિય ઉથલપાથલ વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત મંગળવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે દેહરાદૂન પહોંચ્યા ત્યાંથી તેઓ પોતાના મતવિસ્તાર ડોઈવાલાથી થઈ મુખ્યમંત્રી આવાસ પર રવાના થયા. તેઓએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીશે. સુત્રો પ્રમાણે તેઓ આજે સાંજે લગભગ ચાર વાગ્યે રાજભવનમાં રાજ્યપાલને મળી શકે છે. મહત્વપૂર્ણ વાત એ છે કેમુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામુ આપી દીધુ છે. ઉત્તરાખંડની રાજનીતિમાં હંમેશાથી માર્ચ મહિનો મહત્વપૂર્ણ રહ્યો છે. ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસોથી ચાલી રહેલી રાજકિય હલચલ વચ્ચે ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ પ્રવક્તા મુન્ના સિંહ ચૌહાને નવી દિલ્હીમાં સોમવારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતને પદ પરથી હટાવી દેવાની અટકળો પર વિરામ લગાવ્યું હતું પરંતું સીએમ ત્રિવેન્દ્રના રાજભવન જવાની અટકળો વચ્ચે પ્રદેશમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાવવાની ચર્ચા પણ ઘણી તેજ થઈ ગઈ છે.