દિલ્હી-

સીમા સુરક્ષા દળે પશ્વિમ બંગાળના નદિયા જિલ્લામાં ગેરકાયદે રીતે ભારત-બાંગ્લાદેશની સીમા પાર કરવાના આરોપમાં પાંચ બાંગ્લાદેશી અને 12 ભારતીયોને પકડી લીધા છે. અર્ધસૈનિક દળોએ એક નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

દળે શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, પાંચ બાંગ્લાદેશી અને 12 ભારતીયો ગુરૂવારે ગેરકાયદે નદિયા જિલ્લાના રામનગર ચૌકી પાસે સીમામાં ઘુસણખોરી કરવાના આરોપમાં પકડી લેવામાં આવ્યાં છે. જેમાં એક દલાલ પણ શામેલ છે. નિવેદન પ્રમાણે પકડાયેલા ભારતીયોએ સ્વિકાર કર્યો છે કે, તેને બાંગ્લાદેશમાં પોતાના સંબંધીઓને મળવા માટે બેનાપોલમાં સીમા ઓળંગી હતી અને તે હવે પાછા ફરી રહ્યાં છે.

દળે જણાવ્યું છે કે પકડાયેલા બાંગ્લાદેશીઓએ જણાવ્યું કે, તે મજુરી કરવા માટે બેંગલુરૂ જઈ રહ્યાં હતાં. બીએસએફે જણાવ્યું કે, પકડાયેલા તમામ લોકો હંસખલી પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યાં છે. આ વચ્ચે બીએસએફે ગુરૂવારે જ ખાસમહલ ચોકીની પાસે પેટ્રોલીંગ દરમયાન એક ભારતીયને પકડી લઈ તેની પાસેથી 10 મવેશિયોને કબ્જામાં લીધા છે.

બીએસએફના જણાવ્યા પ્રમાણે આરોપી કેટલાક લોકોની સાથે મળીને આ મવેશિયોની તસ્કરી કરીને બાંગ્લાદેશ દઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તસ્કરોના સમૂહના અન્ય લોકો ભાગી ગયાં છે. પકડાયેલા વ્યક્તિને સ્થાનિક પોલીસને સોંપી દેવાયા છે. તેણે જણાવ્યું છે કે, મવેશિયોનો કબ્જાે લેવામાં આવ્યો છે. તેની સ્થાનિક બજારમાં 2,25,230 રૂપિયા કિંમત છે.