અમદાવાદ-

રાજ્યના 6 મહાનગરમાં મતદાન ચાલી રહ્યું છે. સવારથી શરૂ થયેલા મતદાન વચ્ચે 6 કલાકમા 21% મતદાન નોંધાઈ ચુક્યું છે. મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. યુવાનો હોય કે વૃદ્ધો સૌ કોઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક સાચા નાગરિક તરીકેની ફરજ અદા કરી છે.ગુજરાતમાં આજે 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આજે ચૂંટણીમાં 1.14 કરોડ કરતાં વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. સૌથી વધુ અમદાવાદમાં 773 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જે પછી સુરતના 484 અને ક્રમશ: રાજકોટ (293), વડોદરા(279), જામનગર (236) અને ભાવનગર (211) આવે છે.