પાદરા. સરગવાની રાજધાની તરીકે ઓળખવામાં આવતા પાદરા તાલુકા ના ખેડૂતો ને હાલ ના વર્ષે માવઠા ના માર થી ભારે નુકસાન થવા પામ્યું છે પાદરા માં બે દિવસ વરસેલા વરસાદ ને પગલે સરગવા ની ખેતી કરતા પાદરા ના ખેડૂતો ના પાક પર પાણી ફરી વળ્યું હોઈ તેમ લાગી રહ્યું છે કારણ કે સરગવા ના ઝાડ પર આવેલ મોર પણ ભોઈ ભેગો થઈ જવા પામ્યો છે દર વર્ષે ખેડૂતો સરગવાના પાક ની ખેતી માંથી ૩ કરોડ રૂપિયા ની આવક થતી હતી પરંતુ હાલ ના વર્ષે સરગવાની ખેતી માં માવઠ થતા જ ખેડૂતો નો પાક ધોવાઈ જવા પામ્યો છે 

કમોસમી માવઠાના પગલે ચાલુ વર્ષે ૩૦૦ વિઘામાં સરગવાની ખેતીને નુકસાન થયું છે. જ્યારે ચાલુ વર્ષે માવઠા ની અસર ના કારણે સરગવો કાળો પડી જવાથી ભાવ સરગવાનો ૨૦ કિલોનો રૂ.૧૫૦૦નો ભાવ ગગડીને રૂા.૭૦૦ થી રૂા.૮૦૦ થઈ ગયો છે. ગત વર્ષે વાવાઝોડાના કારણે થયેલા વાતાવરણના ફેરફારમાં સરગવો થયો જ નહોતો. આમ સતત બીજા વર્ષે સરગવાના પાકને નુકસાન પહોંચ્યું છે. માવઠાને કારણે સરગવાના રૂા. ૩ કરોડના એક્સપોર્ટને માઠી અસર થઇ છે.વડોદરા ઉપરાંત મુંબઈ અને કોલકત્તામાં, ચેન્નઈ જેવા ૧૦ ઉપરાંત રાજ્યો સહિત વિદેશમાં પણ સરગવો એક્સપોર્ટ થાય છે તેમજ સરગવાના સારા ભાવ મળે છે.