અમેરિકા-

અમેરિકામાં કેલિફોર્નિયાના અંદાજે 12 હજાર એકરથી વધુ જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ છે. જેમાં વધુ પડતી ગરમીના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું છે. કેલિફોર્નિયાના સ્થાનિકો આવી આગ લાગવાની ઘટનાને એપલ ફાયર તરીકે પણ ઓળખે છે.

જોકે ગત શુક્રવારના રોજ નાની જ્વાળાઓના રૂપમાં આગ લાગવાની શરૂઆત ચેરી ખીણથી થઇ હતી. જે લોસ એન્જેલ્સથી અંદાજે 100 કિ.મી. જેટલા અંતરે દૂર છે. કેલિફોર્નિયા વન વિભાગના જણાવ્યા અનુસાર, ગત જુલાઇ માસમાં આગના 5 હજારથી વધુ બનાવો બન્યા હતા. જેમાં આગના 5,292 બનાવ બનતા અંદાજે 78 હજાર એકર જંગલ રાખ થઈ ચૂક્યું હતું.