દિલ્હી-

અભિનેત્રી સ્વરા ભાસ્કર ને ગાઝિયાબાદમા એક વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો થયો હોવાનો વીડિયો શેર કરવાનો ભારે પડ્યો હતો. અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ટ્વિટરના એમડી મનીષ મહેશ્વરી વિરુદ્ધ, નવી દિલ્હી જિલ્લાના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. ડીસીપી દીપક યાદવ કહે છે કે," ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ અંગે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ એફઆઈઆર થાય છે કે, નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. " ફરિયાદ વકીલ અમિત આચાર્ય દ્વારા કરવામાં આવી છે.