ગાંધીનગર-

આજે રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ યોજાયો. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા અને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.

ક્યાં મંત્રી ને મળી શકે છે કયુ ખાતું?

રાજેન્દ્ર ત્રિવેદી- નાણાં વિભાગ

જીતુ વાઘણી- મહેસૂલ વિભાગ

ઋષિ પટેલ- માર્ગ મકાન વિભાગ

પુર્ણેશ મોદી- ઉર્જા વિભાગ

કનું દેસાઈ- આરોગ્ય

રાઘવજી પટેલ- કૃષિ વિભાગ

કિરીટ સિંહ રાણા- શિક્ષણ

હર્ષ સંઘવી- ગૃહ વિભાગ

પ્રદીપ પરમાર- સામાજિક ન્યાય અધિકારીતા

અર્જુન સિંહ ચૌહાણ- અન્ન નાગરિક

નરેશ પટેલ- આદિજાતિ વિકાસ