વડોદરા, તા.૩ 

શહેર જિલ્લામાં રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બ્રાહ્મણો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યક્ષોપવીત બદલવામાં આવ્યા હતાં. કોરોનાની મહામારીના કારણે ભુદેવોએ સમુહ યજ્ઞો પવીત બદલવાના કાર્યક્રમોને બદલે ઓનલાઇન વિધીમાં જાેડાઇને જનોઇ બદલી હતી.

ભાઇ-બહેનના અતુટ પ્રેમના પર્વને બ્રાહ્મણો દ્વારા બળેવ તરીકે ઉજવવામાં આવેલ છે. ભુદેવો દ્વારા જનોઇ બદલ્યા બાદ બહેન પાસે રાખડી બંધાવીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ છે. દર વર્ષે બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ સ્થળે સમુહ યજ્ઞો પવિત્રનું આયોજન કરવામાં આવે છે. અલગ અલગ મંદિરોમાં કે પછી સમાજની વાડીમાં એકત્ર થઇને યજ્ઞો પવિત્ર બદલવાના કાર્યક્રમો યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મહત્તમ ભુદેવોએ પોતાના ઘરે રહીને ગાયત્રીમંત્રના ઉચ્ચાર સાથે યજ્ઞો પવીત્ર બદલવાનું શુભકાર્ય કર્યું હતું. તો કેટલાક બ્રાહ્મણોએ પોતાના ગોર મહારાજની સાથે ઓનલાઇ યજ્ઞો પવીત્ર બદલવામાં આવ્યા હતાં. કોરોનાના કારણે સામુહિક યજ્ઞો પવિત્ર બદલવાનું કાર્ય આ વર્ષે શક્ય બન્યું નથી. સામુહિક રીતે યજ્ઞો પવિત્ર બદલવાના સુભકાર્ય માટે ૩ થી ૪ કલાકનો સમય થાય છે પરંતુ આ વર્ષે સામુહિક યજ્ઞો પવિત્ર બદલવાનું કાર્ય ૪૦ થી ૫૦ મિનીટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

જાેકે શહેર જિલ્લામાં કેટલાક સ્થળે મંદિરના પરિસર કે નદીકિનારે ૧૦ થી ૧૨ જેટલા ગણતરીના બ્રાહ્મણો ભેગા થઇને સોશ્યલ ડિસ્ટન્સ રાખી યજ્ઞો પવિત્ર