સેવિલે  

સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સીએ પોતાના સ્પેનિશ ક્લબ બાર્સેલોના સાથે વિતાવેલી કારર્કિદીમાં પ્રથમ વખત રેડ કાર્ડ મળ્યું.મેસ્સીએ સ્પેનિશ સુપર કપની ફાઇનલમાં બાર્સેલોનાને એથલેટિક ક્લબની હાથે 2-3થી મળેલી હારવાળી મેચમાં આ રેડ કાર્ડ મળ્યુ. 


અહેવાલ મુજબ રવિવારની મેચના અતિરિક્ત સમયમાં એથ્લેટિક ફોરવર્ડ એસિર વિલાલીબ્રે સામે મેસ્સીના ઉગ્ર વ્યવહારથી તેને રેડ કાર્ડ મળ્યું છે. બાર્સિલોનાના ખેલાડી તરીકે મેસ્સીનું આ પહેલું રેડ કાર્ડ છે. આ ક્લબ માટે તેણે 753 મેચ રમી છે.


એન્ટોના ગ્રીઝમેને 40 મી મિનિટમાં ગોલ કરીને બાર્સેલોનાને એક ગોલથી આગળ બનાવ્યો. બે મિનિટ પછી ઓસ્કર ડી માર્કોસે ગોલ કરીને ગોલ કર્યા. ત્યારબાદ ગ્રીઝમેને 70 મી મિનિટમાં બીજો ગોલ કરીને બાર્સેલોનાને ફરી એક સરસાઇ આપી હતી. 90 મી મિનિટમાં એસિઅર વિલાલિબ્રે અને ત્રણ મિનિટ પછી ઇનાકી વિલિયમ્સે એથ્લેટિક વિજય મેળવ્યો હતો.