વડોદરા, તા. ૨૮

અનેક રુઢીચુસ્ત મુસ્લીમ દેશોમાં મોંઢુ ઢાંકવા પર તેમજ બુરખા કે હિઝાબ પહેરવા પર પ્રતિબંધ છે તેમજ અન્ય દેશોમાં બુરખા અને હિઝાબનો વિરોધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે લડત ચાલી રહી છે.

ત્યારે શહેરમાં એક સગર્ભા મહિલાને નકાબ પહેરવા માટે દબાણ કરીને તેના પર શારિરીક – માનસિક ત્રાસ ગુજારીને હેરાનગતિ કરતા સગર્ભા મહિલાએ ત્રાસથી બચવા માટે અભયમની મદદ મેળવી હતી.

ગોરવા વિસ્તારમાં રહેતા એક મુસ્લીમ પરીવારને સંબધીના ઘરે દાવત પર જવાનું હોવાથી તમામ પરીવારજનો તૈયાર થઈને જઈ રહ્યા હતા.

તે દરમ્યાન પરીવારની પૂત્રવધુ ફરીદાબાનું (નામ બદલ્યું છે.) ગર્ભાવસ્થા દરમ્યાન તેને ગભરામણ થતી હોવાથી નકાબ પહેરયું ન હતું. જેથી નકાબ વગર ફરીદાબાનુંને પરીવારજનોએ જાેતા પતિએ તેને ગંદીગાળો બોલીને તેનું અપમાન કર્યું હતું. તે સમયે ત્યાં હાજર સાસુ – સસરાએ પણ ઉગ્ર બોલાચાલી કરીને સસરાએ પૂત્રવધુને સાવરણી વડે માર મારતા ફરીદાબાનુંએ અભયમ ટીમને જાણ કરી હતી.

અભયમ ટીમને જાણ થતા તેઓ તાત્કાલીક ધટના સ્થળે પહોંચીને પરીવારજનોનું કાઉન્સલીંગ કરીને જણાવ્યુ હતું કે , “સામાજીક રીવાજાે સાથે આરોગ્યની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.તેમજ પુત્રવધુને હેરાન કરવી યોગ્ય નથી.” તેવી સમજ આપીને પરીવારજનો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.