જાપાન

કોરોનાને કારણે એક વર્ષ પછી ટોક્યો ઓલિમ્પિકમાં વિદેશી દર્શકોને પ્રવેશની પરવાનગીની સંભાવના નથી. જાપાનના અખબાર મૈનિચિએ બુધવારે કહ્યું કે આ મામલે ર્નિણય લેવામાં આવ્યો છે. અખબારે ચર્ચામાં સામેલ સૂત્રોના હવાલેથી આ માહિતી આપી છે. અખબારે એમ પણ કહ્યું હતું કે અંતિમ ર્નિણય એક મહિનામાં લેવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં વિદેશી પ્રેક્ષકોને પ્રવેશ આપવા દેવું શક્ય નથી.

અગાઉ ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ, આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ, ટોક્યો મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશન અને જાપાન સરકારના પ્રતિનિધિઓ સાથે ઓનલાઇન બેઠક યોજી હતી.

હકીકતમાં જાપાનના લોકો સતત ઓલિમ્પિક્સનો વિરોધ કરી રહ્યા છે અને તેઓએ વિદેશોમાં કોરોના વાયરસના ચેપ ફેલાવવાની સંભાવના સતત વ્યક્ત કરી છે અને જણાવી દઈએ કે ટોક્યો ઓલિમ્પિક્સ ૨૩ જુલાઈથી શરૂ થશે. આ રમતોમાં ૧૧૦૦૦ ઓલિમ્પિક ખેલાડીઓ, ૪૦૦૦ પેરાલિમ્પિક ખેલાડીઓ, હજારો કોચ, ન્યાયાધીશો, પ્રાયોજકો, મીડિયા અને વીઆઇપી ભાગ લેશે.