લંડન

પાકિસ્તાન સામેની ટી-૨૦ સિરીઝ માટે મર્યાદિત ઓવરોના કેપ્ટન ઇઓન મોર્ગન સહિત નવ લોકો ઇંગ્લેન્ડની ટીમમાં પાછા ફર્યા છે. ટીમમાં કોરોના કેસને કારણે શ્રીલંકા સામેની ટી-૨૦ શ્રેણી બાદ આ નવ ખેલાડીઓ એકલતામાં હતા. શ્રીલંકા સામેની શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત જોસ બટલરને પણ આ ટી-૨૦ શ્રેણીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિસ સિલ્વરવૂડ વિરામ પર જતા પોલ કોલિંગવુડ ટીમનો મુખ્ય કોચ બનશે. સાકીબ મહેમૂદ, લૂઇસ ગ્રેગરી અને મેટ પાર્કિન્સનને વનડે શ્રેણીમાં પ્રદર્શન કરવા બદલ ટી-૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ફાસ્ટ બોલર મહેમૂદે તાજેતરમાં જ પાકિસ્તાન સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં ૧૩.૬૬ ની સરેરાશથી નવ વિકેટ લીધી હતી, જેના કારણે તેને શ્રેણીનો ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડે ક્લિન સ્વીપથી પાકિસ્તાનને ૩-૦થી હરાવ્યું હતું. હવે ૧૬ જુલાઈથી બંને ટીમો વચ્ચે ટી -૨૦ સિરીઝ યોજાશે.

ટીમ નીચે મુજબ છેઃ

મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેરસ્ટો ,જેસ બોલ, ટોમ બેન્ટન, જોસ બટલર, ટોમ કારેન, લૂઇસ ગ્રેગરી, ક્રિસ, જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, સાકીબ મહેમૂદ, ડેવિડ મલાન, મેટ પાર્કિન્સન, આદિલ રાશિદ, જેસન રોય અને ડેવિડ વિલે