વડોદરા : ઉત્સવપ્રિયનગરી એવા વડોદરાના નગરજનો કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ પર્વને ધામધૂમથી મનાવવા માટે સજ્જ થઈ ગયા છે. આવતીકાલથી બે દિવસીય આકાશીયુદ્ધ જામશે અને અગાસી ઉપરથી એ કાઈપો છે... એ લપેટ-લપેટ...ની ગુંજ સાંભળવા મળશે. જાે કે, આ વર્ષે ડી.જે. સાઉન્ડ સિસ્ટમનો અવાજ કદાચ સાંભળવા નહીં મળે. ઉત્તરાયણ પર્વની પૂર્વસંધ્યાએ પતંગ-દોરી, અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે ચોખંડી, રાવપુરા રોડ, દિવાળીપુરા સહિતના વિસ્તારોમાં ભારે ભીડ ઉમટતાં વેપારીઓ ખુશખુશાલ જાેવા મળ્યા હતા. ટેરેસ પર પતંગોની સાથે ઊંધિયું, જલેબી, ફાફડાની જયાફતો માણવાની તૈયારી પણ લોકોએ કરી લીધી છે. 

કોરોના મહામારીમાં ઉત્સવપ્રિયનગરી એવા વડોદરા શહેરમાં તમામ તહેવાર નગરજનોએ કોરોનાની ગાઈડલાઈન મુજબ ઘરોમાં જ ઉજવણી કરી હતી. પરંતુ હવે નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી માટે સજ્જ થઈ ગયા છે. અગાસીઓ, ટેરેસની સાફસફાઈ કરી લીધી છે. આવતીકાલે સવારથી બે દિવસીય આકાશીયુદ્ધ જામશે. રંગબેરંગી પતંગોથી તો સાંજના સમયે આતશબાજી અને ગુબ્બારાઓથી આકાશમાં અનોખો નજારો જાેવા મળશે. જાે કે, કોરોનાના કારણે અગાસીઓ પર સાઉન્ડ સિસ્ટમ વગાડવા કે આતશબાજી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરંતુ આકાશીયુદ્ધ સાથે એ કાઈપો છે... એ લપેટ-લપેટ....ની ગંુજ સાંભળવા મળશે. જ્યારે સાંજના સમયે અગાસીઓ ઉપર જ ઊંધિયું, જલેબી, ફાફડાની જયાફતો જામશે. ઉત્તરાયણ પર્વની પૂર્વસંધ્યાએ આજે માંડવી, ચોખંડી, રાવપુરા રોડ સહિત પતંગ બજારોમાં પતંગ, દોરી, પીપૂડાં, ટોપી, ગોગલ્સ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. છેલ્લા દિવસે ઘરાકી નીકળતાં વેપારીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. આમ ઉત્સવપ્રિયનગરી એવા વડોદરા શહેરના નગરજનો ઉત્તરાયણ પર્વનો ધામધૂમથી ઉજવણી કરવા માટે સજ્જ થઈ ગયા છે.

ઉત્તરાયણ પર્વે પવન સારો રહેવાની શક્યતા

વડોદરા. ઉત્તરાયણ પર્વે પવન સારો રહેશે કે નહીં તે પતંગરસિકો માટેત્ત્વનું હોય છે. લગભગ દર વર્ષે બપોરના સમયે અચાનક પવન બંધ થઈ જતાં પતંગબાજાેમાં નારાજગી જાેવા મળતી હોય છે પરંતુ આ વરસે પવન સારો રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દરમિયાન આજે ઉત્તર તરફથી ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે લઘુતમ તાપમાનમાં ઘટાડા સાથે ૧૪.ર ડિગ્રી નોંધાયું હતું, જેના પગલે આવતીકાલે પણ પવનની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શકયતાને પગલે પતંગબાજાે ખુશખુશાલ થયા છે.