મુંબઈમાં ગણેશ દર્શન ઓનલાઇન અથવા ઇલેક્ટ્રોનિકના માધ્યમ થકી ઉપલબ્ધ કરવામાં આવે,ગૃહ વિભાગ

મુંબઈ-

શ્રી ગણેશના દર્શનની સુવિધા ઓનલાઇન, કેબલ, નેટવર્ક, વેબસાઇટ, તથા ફેસબુક વગેરે થકી ઉપલબ્ધ કરી દેવાની વધુને વધુ વ્યવસ્થા કરવામાં આવે. પ્રત્યેક આવતા ગણેશભક્તો દર્શન કરવા ઇચ્છતા હોય તેઓએ ફિજિકલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક, સેનિટાઇઝર, વગેરેના નિયમો તરફ ધ્યાન આપવામાં આવે ગૃહવિભાગે જણાવ્યું હતું.કોરોનાની પરિસ્થિતિનો વિચાર કરીએ તો આ વર્ષે ગણેશોત્સવ સાદાઇથી ઉજવવાનો ર્નિણય લીધો છે. તેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શક સૂચના જારી કરવામાં આવી છે. ગત વર્ષની માફક આ વર્ષે અનેક પ્રતિબંધો ગણેશોત્સવની ઉજવણી દરમિયાન પાલન કરવી પડશે. આમા ગણેશ મૂર્તિનું મુખદર્શન અથવા પ્રત્યક્ષ મંડપમાં આવીને દર્શન લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી દર્શન ઓનલાઇન અથવા ઇલેક્ટ્રોનિકના માધ્યમ થકી ઉપલબ્ધ કરવામાં આવે. એવી માર્ગદર્શકા ગૃહ વિભાગે જાહેર કર્યું છે.

કોવિડ-૧૯માં ઉદભવેલા સંસર્ગજન્ય પરિસ્થિતિનો વિચાર કરતાં પાલિકા અને સંબંધિત સ્થાનિક પ્રશાસને મંડપ બાબતે પોલીસી સાથે સુસંગત રાખીને મર્યાદિત સ્વરૂપના મંડપ ઉભા કરવાના રહેશે. આ વર્ષે ગણેશોત્સવ સાદાઇથી ઉજવણી કરવી તેમજ ઘરગથ્થુ અને સાર્વજનિક ગણપતિની સજાવટ કરતી વેળા ત્યાં ભપકાબાજી કરવી નહિ. આરતી, ભજન ર્કિતન તથા અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા ગરદી કરવી નહી તેનું ધ્યાન રાખવું. અને ધ્વનિ પ્રદૂષણના નિયમો પાળવા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution