વડોદરા,તા.૧૮

ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની છત ઉપર એમબીબીએસની વિદ્યાર્થિની સાથે થયેલા અકુદરતી સેક્સના સમાચારોની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો ગોત્રી મેડિકલ કોલેજનું સંકુલ ઐય્યાશીનો અડ્ડો હોય એવા પુરાવા જાેવા મળ્યા હતા. તમને જાણીને આઘાત લાગશે પણ ગોત્રી મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી હોસ્ટલની આસપાસ દારૂની ખાલી બોટલો અને કોન્ડમના ખાલી પેકેટો મળી આવતા અનેક તર્કવિતર્કો ઉપસ્થિત થયા છે. ગોત્રી મેડિકલ કોલેજના સત્તાધીશો ભલે સબ સલામતની ગુલબાંગો ફૂંકતા હોય પણ વાસ્તવિકતા બિલકુલ વિપરીત હોય એવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.

ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એમબીબીએસના ફર્સ્ટ યરની વિદ્યાર્થિની સાથે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના ધાબા પર થયેલા અકુદરતી સેક્સના મામલામાં ગોરવા પોલીસે ઈન્ટર્ન ડોક્ટર ર્નિભય જાેશીની ધરપકડ કરીને તેની પુછપરછ શરૂ કરી છે. દરમિયાન આજે મેડિકલ કોલેજના સંકુલમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્વાભાવિક છે કે, સ્કોચ વ્હીસ્કી ઢીંચ્યા પછી એની ખાલી બોટલો હોસ્ટેલની પાસે કોઈ બહારથી ફેંકવા નહીં આવ્યુ હોય. તેવી જ રીતે હોસ્ટેલ કેમ્પસની આસપાસ કોન્ડમના ખાલી પેકેટો પણ મળી આવ્યા હતા. આવી બધી સામગ્રીને જાેતા ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં શું થતુ હશે ? તેની કલ્પના કરવી આસાન થઈ પડી છે. ખેર, ગોત્રી મેડિકલ કોલેજના સંકુલમાં પડેલી દારૂની ખાલી બોટલો અને કોન્ડમના પેકેટને જાેતા સ્પષ્ટ થાય છે કે, રાત પડ્યે ગોત્રી મેડિકલ કોલેજનું સંકુલ ઐય્યાશીનો અડ્ડો બની જાય છે. મેડિકલ કોલેજના સત્તાધીશોની નાકની નીચે આવા કાળા ધંધા થઈ રહ્યા છે. કહેવાય છે કે, રાત્રે હોસ્ટેલ કેમ્પસ અને આસપાસમાં નશીલા પદાર્થોનું સેવન બેરોકટોક થાય છે અને કોઈ એને રોકવા તૈયાર નથી. ગઈકાલે ગોત્રી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર સામે એમબીબીએસની ફર્સ્ટ યરની વિદ્યાર્થિની સાથે અકુદરતી સેક્સનો ગુનો દાખલ થયો હતો. ચોંકાવનારી વાત તો એ હતી કે, આ ઘટના ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની છત ઉપર બની હતી. રાતના સમયે હોસ્પિટલની છતના કેબિનનો દરવાજાે ખુલ્લો રાખવા પાછળનું લોજીક શું ? તે હજી સુધી સમજાતુ નથી. ગોત્રી હોસ્પિટલ જેવા વિશાળ સંકુલની છત આખી રાત ખુલ્લી રહે તો ત્યાં નશાખોરી અને કામલીલા પણ થઈ શકે તેવુ બધા જાણતા હોવા છતાંય છત ઉપર પ્રવેશબંધી કેમ કરવામાં ના આવી ? તેની પાછળનું લોજીક બહાર આવ્યુ નથી. ગોત્રી મેડિકલ કોલેજ અને ગોત્રી હોસ્પિટલ ઐય્યાશીનો અડ્ડો છે. કહેવાય છે કે, અહીં બધા જ અનૈતિક ધંધા બેરોકટોક થઈ રહ્યા છે અને એની ઉપર લગામ કસવાની કોઈની હિંમત નથી.