અમદાવાદ-

જામખંભાળીયામાં નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગને SOG અને ગુજરાત ATS સતત તપાસ કરી રહી હતી. જે દરમિયાન બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવી બન્ને આરોપીઓને ATSએ દબોચી લીધા છે. જેમાં પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક કારણ ખુલ્યું છે. એટીએસના અધિકારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે “ આ ગુનામાં જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયા તથા નિશાબેન ગોંડલીયા તથા જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયાના ડ્રાઇવર અયુબ તથા જામનગરમાં રહેતા માથાભારે શખ્સ મુકેશ સિંધી નાઓ સંડોવાયેલ છે. જેઓની તપાસમાં ATSની ટીમ હતી. દરમ્યાન એટીએસની ટીમ તથા દેવભુમિ દ્રારકા soG ની ટીમ દ્વારા ખાનગી બાતમી હકીકતને આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ( 1 ) અયુબભાઇ અબ્બાસભાઇ જાતે દરજાદા તથા ( 2 ) મુકેશ ઉર્ફે મુકેશ સિંધી જાનીભાઇને ઉપરોક્ત ગુનામાં વપરાયેલ સફેદ રંગની ઇનોવા કાર તથા ગુનામાં વપરાયેલ વગર લાયસન્સની પિસ્ટલ નંગ -૦1 સાથે ઉજાલા સર્કલ , એસ.જી. હાઇવે નજીકથી પકડી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

જ્યારે આરોપીની પુછપરછ દરમ્યાન તેઓ બન્નેએ જણાવ્યું કે , જયેશ પટેલ તથા યશપાલ જાડેજા સાથે જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયા તથા નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાને આર્થિક લેવડ દેવડ બાબતે ઝઘડો ચાલતો હતો. આ બાબતમાં તેઓ બન્ને ઉપર ફરિયાદ કરવા માટે થઇ નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાએ યશપાલ જાડેજાના નાના ભાઇના લગ્ન હોય તે જ દિવસે પોતાના ઉપર ફાયરિંગ કરાવડાવી તેનો આરોપ યશપાલ જાડેજા તથા જયેશ પટેલ ઉપર નાખવા માટે થઇ જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયા ઉપર નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાએ દબાણ કર્યું હતું. ઉપરોક્ત જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયાએ પોતાના ડ્રાઇવર અયુબભાઇ દરજાદાને તથા મુકેશ સિંધીને ઉપરોક્ત ઇનોવા કાર તથા પિસ્તોલ આપી નિશા ગોંડલીયા આરાધના ધામ પાસે આવેલ સિધ્ધી હોટલ ઉપર જમવાનું પાર્સલ લેવા માટે પોતાની કાર લઇ ઉભી રહેવાની છે. ત્યારે તેની નજીક ગાડી ઉભી રાખી એક રાઉન્ડ ગાડી ઉપર અને એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી પિસ્તોલનો પાછળના ભાગ માથામાં મારી ઇજા કરવા જણાવ્યું હતું. તે પ્રમાણે ઉપરોક્ત બન્ને આરોપીઓએ ગોંડલીયા આરાધના ધામ પાસે આવેલ સિધ્ધી હોટલ પાસે જઇ અગાઉથી પ્લાનીંગ પ્રમાણે નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાના માથામાં પિસ્તોલનો પાછળનો ભાગ મારી ઇજા પહોંચાડી ભાગી ગયા હતા.