ગાંધીનગર
કોરોના કાળમાં રાજ્ય સહિત દેશભરમાં અનેક પરિક્ષાઓ અટવાય હતી..પરંતુ હવે ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા પરિક્ષા પણ લેવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે  હવે ગુજકેટની પરીક્ષા વિદ્યાર્થીઓને આપવી પડશે જેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજકેટની પરિક્ષા રાજ્યના અલગ અલગ જિલ્લા મથકે યોજવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. સાથેજ આ પરિક્ષાનો સમય સવારના 10 થી સાંજના 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ પરિક્ષા વિદ્યાર્થીઓ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં આપી શકશે. જેથી વિદ્યાર્થીઓને ભાષાને લઈને કોઈ તકલીફ નહી પડે.
ગુજકેટની પરીક્ષાનું માળખું વેબસાઈટ પર મુકી દેવામાં આવ્યું છે. સાથેજ સમય મર્યાદાની વિગત પણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે. જેથી સમય મર્યાદા પહેલા વિદ્યાર્થીઓએ પરિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. પરીક્ષા રાજ્યના અલગ અલગ જિલ્લા મથકો પર રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ નહી પડે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરવામાં આવશે. જેમા ખાસ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસટન્સીંગ સાથે બેસાડવામાં આવશે. ઉપરાંત માસ્ક પણ ફરજિયાત દરેક વિદ્યાર્થીઓને પહેરીને જ પરિક્ષા આપવી પડશે.