નડિયાદ, તા.૧૩  

હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે ખેડાના જિલ્લા મેજિસ્ટ્રેટ આઇ.કે.પટેલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-રઅને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ હલધરવાસ, લસુન્‍દ્રા, ખરેટી, નાની ખડોલ, ખાંધલી, આંત્રોલી (ડાકોર) અને ફુલજીના મુવાડાના ગામનો કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ખેડા જિલ્‍લાના નડિયાદ શહેરના નારાયણ નગર પીજ રોડ વિસ્‍તાર, સંતરામપાર્ક સોસાયટી પીજ રોડ વિસ્‍તાર, શાંતિનગર સોસાયટી, નાના કુંભનાથ રોડ વિસ્‍તાર, જયમહારાજ સોસાયટી, પ્રગતિનગર સામે વિસ્‍તાર, એમપીયુએચ સ્‍ટાફ કોલોની યોગીરાજ સોસાયટી પાછળ, સિવિલ હોસ્પિટલ રોડ વિસ્‍તાર, મહેમદાવાદ તાલુકાના હલદરવાસના ઝંડા ચોક મેઇન બજાર વિસ્‍તાર, કઠલાલ તાલુકાના ખોખરવાડા ગામના છેલ્‍લંુ ફળીયું વિસ્‍તાર, નડિયાદ શહેરના ગાયત્રી સોસાયટી પીજ રોડ વિસ્‍તાર, કઠલાલ તાલુકાના લસુન્‍દ્રા ગામના ઇન્દિરાનગરી વિસ્‍તાર, માતર તાલુકાના ખરેટી ગામના કઠોડીયું ફળીયંુ વિસ્‍તાર, માતર તાલુકાના શેખુપુર ગામના ખોડિયાર માતાવાળું ફળીયું વિસ્‍તાર, મહુધા તાલુકાના નાની ખડોલ ગામના કુંભારીયું ડેરી પાછળ વિસ્‍તાર, ગળતેશ્વર તાલુકાના નેતરીયા ગામ વિસ્‍તાર, વસો તાલુકાના ખાંધલી ગામના પીએચસી કવાર્ટર વિસ્‍તાર, નડિયાદ શહેરના પુષ્‍પ વિલા, મંજીપુરા રોડ વિસ્‍તાર, કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના સરદાર નગર વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ડાકોર શહેરના સ્‍વાગત એપાર્ટમેન્‍ટ ડોન બોસ્‍કો સ્‍કૂલની સામે વિસ્‍તાર, કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડા ગામના ટેકરાવાળુ ફળીયું વિસ્‍તાર, મહુધા શહેરના ઉંદરીયા ભાગોળ વિસ્‍તારને કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્‍તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્‍તારના રહેવાસીઓને રાશન વગેરે આવશ્‍યક ચીજ વસ્‍તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમનાં ઘરે પૂરી પાડવામાં આવશે.

આ વિસ્‍તારના એન્‍ટ્રી અને એક્ઝિટ પોઇન્‍ટ પર થર્મલ સ્‍ક્રીનિંગ કરવાનું રહેશે. આ વિસ્‍તારને આવરી લેતાં મુખ્‍ય માર્ગો પર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવાનો રહેશે. આવશ્‍યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્‍યવસ્‍થા સંબંધિત ફરજાે) અને સરકારી વ્‍યવસ્‍થાપનની સાતત્‍યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવેલ છે. આ હુકમના ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ - ૫૧થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતે અધિનિયમ - ૧૯૭૩ (સને ૧૮૬૦નો અધિનિયમ-૪૫)ની કલમ - ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્‍વયે ખેડા જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્‍સ્‍ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સાથે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.