ગાંધીનગર,

ગુજરાતમાં ચોમાસાની પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયા બાદ છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ હતી. અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન થઈ હતા. દિવસ દરમિયાન ગરમી અને બફરાથી લોકો પરેશાન હતા. છેલ્લા એક બે દિવસથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સર્જાતા કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. તેજ વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત થઈ છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ત્રીજી જુલાઇના રોજ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસશે. જ્યારે ચોથી પાંચમી અને છઠ્ઠી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે સાથે તેજ પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

4જુલાઈએ કેવો અને ક્યા વરસાદ પડશે?

વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ડાંગ, નવસારી, તાપી, સુરત, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

5 જુલાઈએ ક્યા વરસાદ પડશે?

વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, સુરત, ભરૂચ, જૂનાગઢ અને દ્વારકા તેમજ નર્મદા, ડાંગ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, દીવ તથા કચ્છમાં ધોધમાર વરસાદ પડશે.

6 જુલાઈએ ક્યા વરસાદ પડશે?

વડોદરા, ભરૂચ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, આણંદ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબી, દીવ તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.