અમદાવાદ-

અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ૪૮ વોર્ડ માટે એક હેલ્પ લાઇન નબર શરૂ કર્યો છે. ૭૯૦૦૦૧૫૦૫૦ નબર પર કોર્પોરેશનને લગતી કોઈ પણ સમસ્યા હોય જેમ કે પાણી, ગરટ રોડ અને રસ્તાને લઈને તો આ નબર પર ફોન કરી અને તેમની સમસ્યાનું નિવારણ લાવા માટે પ્રયન્ત કરવામાં આવશે. આ હેલ્પ લાઇન માટે એક ટિમ ઊભી કરવામાં આવી છે જે આ લોકોના પ્રશ્નો પર નજર રાખશે અને જરૂરી વોર્ડ પ્રમુખો કોર્પોરેશન અધિકારીઓએ સાથે વાત ચિત કરી ને ઉકેલ લાવાનો પ્રયન્ત કરશે.

આમ આદમી પાર્ટીના અમદાવાદનાં ઝોન પ્રમુખ શિવ કુમારે મોઘવારી મુદ્દે કહ્યું હતું કે અમે જરૂર પડશે તમામ લોકોને રજૂઆત કરીશું. અમારી પાર્ટી લોકોની સેવા કરવા માટે જ આવી છે સુરત અને દિલ્હી બાદ અમદાવાદમાં પણ અમે પકડ મજબૂત કરી રહ્યા છીએ. તો બીજી તરફ અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થયા છે અને સંભાવના છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેને લઈને શિવ કુમારે કહ્યું હતું કે અમારી પાર્ટીમાં જે પણ લોકો આવશે તેમનું સ્વાગત છે. આજે અમદાવાદ ઝોનમાં બાકી રહેલા પ્રમુખો પણ નીમવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં આજે મહિલા અને પુરુષ શહેર પ્રમુખ વોર્ડમાં નીમવામાં આવ્યા છે. જેમાં ૧૫ પુરુષ પ્રમુખ અને ૧૧ મહિલા પ્રમુખ અમદાવાદ ઝોનમાં નીમવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની વર્ચસ્વ જમાવી રહી છે. સુરત બાદ અમદાવાદમાં પોતાના કાર્યકરો સાથે મેદાનમાં ઉતારી રહી છે. ધીરે ધીરે તેમની પાર્ટીમાં લોકો ભરોસો કરી રહ્યા છે.