ગાંધીનગર-

સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે, વરસાદના કારણે સૌરાષ્ટ્રના ૧૪૧ પૈકી ૪૮ ડેમો સંપૂર્ણ છલકાયા છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે, દક્ષિણ ગુજરાતના ડેમોમાં ૮૮.૩૬ ટકા પાણીનો અત્યારે સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતન ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે, મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા તદુપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, આ સાથે જ રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે, જ્યારે ૨૦ ડેમોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે, જ્યાં એલર્ટ સિગ્નલ અપાયું છે. આ સિવાય ૮ ડેમો એવા છે જ્યાં ૭૦થી ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં ર્વોનિંગ સિગ્નલ અપાયું છે. ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરના રવિવારની સ્થિતિએ ૫૧ ડેમો એવા છે જે ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે.