હાલોલ, ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજ ના સમયે હાલોલ શહેરની સોસાયટીના બંધ મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ભારે વિકૃત અવસ્થામાં અતિષય દુર્ગંધ મારતો આધેડ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મૃતદેહ જે ઓરડીમાં હતો તેને બહારથી તાળું મારેલ હોવાથી, પોલીસ દ્વારા મહિલાનું મર્ડર થઈ ગયું હોવાનું જણાતા પ્રાથમિક ધોરણે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ હતી. જ્યારે હાલોલ શહેરની ચકચારી હત્યામાં હત્યારાને જડપી પાડવા માટે જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ ને તેમની સુચનાઓ અંતર્ગત ગોધરા એલ સી બી પોલીસ દ્વારા માત્ર ૭ દિવસમાં હત્યારા એવા મૃત્યુ પામનાર મહિલાના પતિ ને જડપી પાડી ગુનો ડીટેક્ટ કરી, આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. 

 ગત ૩૧ ડિસેમ્બરના રોજ સાંજ ના સમયે હાલોલ શહેરની અનુપમ સોસાયટીના બંધ પડેલ મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાં પાછલાં પાંચેક વર્ષથી પરિવાર થી જુદા ને એકલા રહેતા મુળ. ફાટા ફળીયા ઝાંખરીયા ગામના વતની ચંચીબેન કાળુભાઈ રાઠવા ઉંવર્ષ ૪૫ નાઓ મકાનની દેખ રેખ રાખતા હતા ને આસપાસની સોસાયટીઓમાં રહિસોને ત્યાં ઘરકામ કરી ગુજરાન ચલાવતા હતા, તેમની બહારથી તાળુ મારેલી ઓરડીમાંથી અસહ્ય દુર્ગંધ આવતા, આસ પાસમાં રહેતા રહિસોએ તેમના પુત્રને જાણ કરવામાં આવતા, હાલોલ ખાતે મજૂરીએ આવતા તેમના પુત્ર દ્વારા ઓરડીનું તાળું તોડીને અંદર તપાસ કરતાં, કપડાંની ગોદડીઓમાં લપેટાયેલ ને બે હાથ બાંધેલી હાલતમાં અતિષય દુર્ગંધ મારતો ને ભારે વિકૃત અવસ્થામાં મહિલાનો મૃતદેહ પોલીસે બાતમી મળેળ હતી, કે મહિલાની હત્યા તેના પતિએ કરી છે. જેથી તેઓ દ્વારા તે દીશામાં તપાસ હાથ ધરી મરણ ગયેલ ચંચીબેનના પતિ કાળુભાઈ કાગડાભાઈ રાઠવા, રહે. ફાટા ફળીયા, ઝાંખરીયા તા. હાલોલ ને વિશ્વાસમાં લઈને તેમની ઉલટ તપાસ કરતાં, તેને જણાવેલ કે પાછલાં ઘણા સમયથી હાલોલ શહેરમાં એકલી રહેતી તેમની પત્ની ચંચીબેનના વડાતળાવ ગામના એક ઈસમ સાથે આડા સંબંધો હોવાથી, આજથી એક મહિના પૂર્વે રાત્રીના સમયે કાળુભાઈ હાલોલ શહેરમાં ચંચીબેનની ઓરડી પર ગયા હતા, ને તે સમયે બંન્ને એકલા હોવાથી કાળુભાઈએ ચંચીબેનના માથામાં પાવડાના મુદરના બે ફટકા મારતાં, તેમનું મૃત્યુ થયું હતું, જે બાદ મૃતદેહના હાથને બાધી તેને કપડાની ગોદડીઓમાં લપેટી ત્યાંથી નાસી ગયો હતો. જેથી એલસીબી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.