વડોદરા,

આજે ડોક્ટર્સ ડે છે આમ તો દુનિયામાં ડોક્ટર્સને ભગવાનનુ બીજુ રુપ માનવામાં આવે છે અને આ કોરોના મહામારીમાં ડોક્ટર્સે આ વાક્યને સાચુ પાડ્યુ છે ખરેખર ડોક્ટર્સ ભગવાનનુ બીજુ રુપ છે.છેલ્લા ચાર મહિનાથી આખી દુનિયા કરોના નામની અદ્રશ્ય જંગ લડી રહી છે.તેમા પણ ડોક્ટર્સ,નર્સ, પેરામેડિકલ સ્ટાફ ફન્ટ લાઇન પર રહી કોરોનાને મ્હાત આપવાનુ કામ કરી રહ્યા છે.

ડોક્ટર્સ રાત-દિવસ એક કરી કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા છે.છેલ્લા ચાર મહિનાથી ડોક્ટર્સનુ જીવન હોસ્પિટલ થી ઘરનો એક રુમ સમેટાઇ ગયુ છે.કોરોના દર્દીન સારવાર કરવા માટે થઇને ડોક્ટર્સ પોતાના પરીવારને મળી નથી શક્તા. અને તેવામાં કેટલાય ડોક્ટકર્સને દર્દીઓની સેવા કરવામાં પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.

ભરુચના ડોક્ટર ડો. મયંક પિતલીયા જે ભરુચમાં કોરોના દર્દીઓની સારવાર કરતા હતા અને તેમને જ કોરોના વાઇરસનો ચેપ લાગી ગયો હતો અને તે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આજે ડો મયંકનો જન્મ દિવસ હતો અને સાથે ડોક્ટર્સ ડે પણ અને આજે જ એમણે તેમને દુનિયામાંથી વિદાય લીઘી.

આવા ડોક્ટર્સો માટે ફક્ત એક Thank you એ પુરતુ નથી