અમદાવાદ-

કોઈ પણ વ્યક્તિ પર એક કરતા વધુ ગુના હોય તો તે આરોપી ને પાસા કરવામાં આવે છે. આજે હાઇકોર્ટમાં એક આરોપીના અરજદારે હાઇકોર્ટમાં આ મામલે પિટિશન કરવામાં આવી હતી.આરોપીના પાસા દૂર કરવામાં આવે તેની અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, અટકાયત કરનારા અધિકારી પાસે કોઈ ઢોસ પુરાવા જ નથી કે ના કોઈ જવાબ છે કે વ્યક્તિ ખતરનાક છે અને નુકશાન કરે તેમ છે જેથી તેના પર પાસા કરવામાં આવે નહીં. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથની ડિવિઝન બેન્ચમાં સુનાવણી થતાં પાસા હટાવી લેવા આદેશ કર્યો અને કોર્ટે સરકારને એ પણ કહ્યું કે, જો કોઈ વિરુદ્ધ વધારે ફરિયાદો હોય તો તે આરોપીને પાસામાં ન ધકેલી દેવામા આવે નહીં. તેને ગુનાની જોગવાઇ મુજબ સજા કરો.

અગાઉ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સિંગલ જજની બેન્ચમાં સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, 19 વાર એક જ વ્યક્તિની સામે ગુનો નોંધાતા તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેમજ તેના ઉપર અગાઉ પણ ત્રણ વખત પાસા લાગી ચૂક્યો હોવાથી પાસા રદ્દ કરવા ઇનકાર કર્યો હતો. વઘુમા કોર્ટે નોંધ્યું હતું કે, મોટાપાયે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી અને અરજી ફગાવી દેવી જરૂરી છે. અરજદારે કોર્ટના ઓર્ડર સામે ચીફ જસ્ટિસની ખંડપીઠમાં અરજી કરી હતી કોર્ટે અરજદારની રજૂઆત ગ્રાહ્ય રાખી હતી. 

એડવોકેટના સલીમ સૈયદે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને જુદીજુદી હાઇકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીએ તો તેમણે વારંવાર સ્પષ્ટ થાય છે કે, પાસા ત્યાં જ લગાવી શકાય જ્યાં પબ્લિક ઓર્ડરનો ભંગ થતો હોય. લો એન્ડ ઓર્ડર અને પબ્લિક ઓર્ડરમાં સુપ્રીમ કોર્ટે તફાવત કર્યો છે. ઘણી બધી જુદીજુદી જગ્યાઓએ FIR થઈ હોય તો તેનો મતલબ એમ નથી કે, પાસા અંતર્ગત ગુનો દાખલ થાય. આમ, પાસા લગાવી દેવામાં આવે તો વ્યક્તિના બંધારણના અનુચ્છેદ 21 મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. આના માટે સરકારે કાયદામાં ગુનાની જોગવાઈ મુજબ તેને સજા થવી જોઈએ. આવી રીતે પાસામાં ધકેલી ન દેવાય. તેથી કોર્ટે પાસા હટાવી લેવાનો આદેશ કર્યો છે.