અમદાવાદ-

આગામી 24 જૂન ના રોજ ભગવાન જગન્નાથ ની જલયાત્રા યોજાવાની છે. જેને લઈને મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જલયાત્રા યોજવાની છે. જેમાં 1 ગજરાજ, 5 કળશ અને 5 ધ્વજાજિ સાથે 35 લોકો જોડાશે. આ 35 લોકો ફક્ત મંદિરના જ રહેશે. બહારના લોકોને મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નિતિન ભાઈ પટેલ, અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થ્તિ રહેશે.

આ વખતની રથયાત્રાને હજી મંજૂરી મળી નથી પરંતુ જળયાત્રાને મંજૂરી મળી ગઈ છે. જેમાં ભાવિક ભક્તોને આશા છે કે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા નું આયોજન થશે.દર વર્ષે ભગવાન ની જલયાત્રા પણ શાહી નીકળે છે. જેમાં 18 જેટલા ગજરાજ , ગોડા અને 108 કળશ સાથે ભગવાન ની જલયાત્રા ભૂદરના આરે થી પાણી ભરી લાવામાં આવે છે.અને જળાભિષેક કરવામાં આવે છે. આ વિષે વાત કરતાં મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્રભાઈ એ જણાવ્યુ હતું કે ખૂબ જ સાદાઈ થી જળયાત્રા નિકળશે. મંદિરના સેવકો અને ટ્રસ્ટીઑ ઉપસ્થ્તિ રહેશે અને કોવિડ ગાઈડલાઇનના પાલન સાથે જળયાત્રા યોજાશે. ભગવાન ની 144મી રથયાત્રા ને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા ને પણ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. સરસપુર મંદિર તરફથી પણ મામેરાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મામેરાના યજમાન નક્કી કરી દેવામાં આવ્યા છે.